ગુજરાત

gujarat

ETV Bharat / city

Petrol-diesel price hike : રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇને Luxurious carમાં પણ ફિટ થવા લાગ્યા CNG - Gujarat News

સમગ્ર દેશમાં જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇને લોકોના બજેટ પર સીધી અસર પડી રહી છે. હાલ પેટ્રોલનો ભાવ 93.91 રૂપિયા જેટલો થઈ ગયો છે. હાલ CNGના 54 રૂપિયે કિલો મળતાં CNGથી કાર ચલાવવાનું માની રહ્યા છે, ત્યારે હવે લોકો પેટ્રોલ અને ડીઝલની જગ્યાએ CNG કીટ ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. હાલ લોકો લક્ઝરિયસ કારમાં પણ CNG કીટ ફીટ કરાવી રહ્યા છે. ટ્રાવેલના ધંધા સાથે સંકળાયેલા લોકોને પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ભારે મુશ્કેલી પડી રહી છે. સામાન્ય લોકોથી લઇ અને ટ્રાવેલના સંચાલકો પણ હવે CNG તરફ વળ્યાં છે.

Gujarat News
Gujarat News

By

Published : Jun 17, 2021, 7:21 PM IST

  • રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇને લક્ઝરિયસ કારમાં પણ CNG ફિટ થવા લાગ્યા
  • પેટ્રોલનો ભાવ 93.91 રૂપિયા જેટલો થયો
  • સામાન્ય લોકોથી લઇ અને ટ્રાવેલના સંચાલકો પણ હવે CNG તરફ વળ્યાં
  • CNGથી કાર ચલાવવામાં આવે તો તેની એવરેજ 22થી 24 કિલોમીટર સુધીની થઈ જાય છે

રાજકોટ : હાલ પેટ્રોલ અને ડીઝલના ભાવ લોકોને પોસાતા નથી મોંઘીદાટ કારમાં પણ CNG કિટ ફિટ કરાવવા માટે વાહનચાલકો આવી રહ્યા છે. CNGથી કાર ચલાવવામાં આવે તો તેની એવરેજ 22થી 24 કિલોમીટર સુધીની થઈ જાય છે. આ ઉપરાંત કારમાલિકના 40 રૂપિયાની પણ બચત થાય છે. મતલબ કે 94 રૂપિયાના પેટ્રોલ સામે CNG 54 રૂપિયે જ મળે છે અને લોકોને બજેટ પણ સચવાય રહે છે.

રાજકોટમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇને Luxurious carમાં પણ ફિટ થવા લાગ્યા CNG

આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ગ્રીન વાહનોનું ચલણ વધ્યું, અમદાવાદ RTOમાં અત્યાર સુધી 87 દ્વિચક્રી વાહનોનું થયું રજિસ્ટ્રેશન

CNG કિટના ભાવમાં અધધ 10 હજારનો વધારો

CNG કિટનું વેચાણ કરતાં મોમાઈ CNGના ઇર્ષાદભાઈએ Etv bharat સાથે વાંચીતમાં જણાવ્યું કે, થોડા સમય પહેલાં CNGની જે કિટ 37 હજાર રૂપિયામાં વેચાઈ રહી હતી. તેનો ભાવ અત્યારે 47 હજાર સુધી પહોંચી ગયો છે. હાલ લોકોને પેટ્રોલ અને ડીઝલનો ભાવ પોષાય તેમ નથી, ત્યારે લોકો CNG તરફ વળી રહયા છે. રોજબરોજ 15થી 20 ગાડી વેટિંગમા હોય છે. પહેલા રોજની 2 ગાડીમાંજ CNG કીટ ફિટ કરતો હતો. હાલ કીટ ફિટ કરાવવા લોકો લાંબી લાઈન લાગે છે.

રાજકોટ

આ પણ વાંચો : પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે કોંગ્રેસનું આંદોલન, નૌશાદ સોલંકી સહિતના કાર્યકર્તાઓની અટકાયત

અનેક કારચાલકો CNG તરફ વળવા લાગ્યા છે

1 જૂન- 2020ના પેટ્રોલનો ભાવ 67.07 હતો. આજે ગુરુવારે 93.91 રૂપિયા એક વર્ષમાં રૂપિયા 26 જેટલો વધારો જોવા મળી રહ્યો છે. આ જ કારણથી લોકો અત્યારે પેટ્રોલ સંચાલિત સ્કૂટર કે કાર ચલાવવાની જગ્યાએ અન્ય વિકલ્પ પસંદ કરવા લાગ્યા છે. અત્યારે અનેક કારચાલકો CNG તરફ વળવા લાગ્યા છે અને પોતાનું બજેટ ખોરવાઈ નહીં તે પણ લોકો ધ્યાન રાખતા હોય છે. આ કારણોસર લોકો CNG તરફ વળી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details