ગુજરાત

gujarat

ETV Bharat / city

CM રૂપાણી કરશે રાજકોટ મનપા અને શહેરી વિકાસ સત્તામંડળના 489.50 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત - પ્રોપર્ટી સ્માર્ટ કાર્ડ

21 જાન્યુઆરીના રોજ તિરુપતિ હેડ વર્કસ, કોઠારીયા ચોકડીથી આગળ, કોઠારીયા રોડ ખાતે સવારે 09:30 કલાકે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રૈયા રોડ આમ્રપાલી રેલવે ક્રોસિંગ ખાતેના અન્ડરબ્રિજનું, કોઠારીયા અને વાવડી પાણી પુરવઠા યોજનાનું, કેકેવી ચોક, જડુસ ચોક, નાનામવા ચોક અને રામદેવપીર ચોકમાં ફ્લાય ઓવર બ્રિજ તથા અન્ય વિવિધ વિકાસ કામોનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદ હસ્તે કુલ 489.50 કરોડ ખર્ચેના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામા આવશે.

વિજય રૂપાણી
વિજય રૂપાણી

By

Published : Jan 19, 2021, 5:57 PM IST

  • રાજકોટ મનપા અને શહેરી વિકાસ સત્તામંડળના 489.50 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ
  • મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે
  • 416 આવાસોનો મુખ્યપ્રધાનના હસ્તે કમ્પ્યુટરાઈઝડ ડ્રો યોજાશે

રાજકોટ : RMC(રાજકોટ મહાનગરપાલિકા) દ્વારા નિર્માણ પામેલી વિવિધ આવાસ યોજનાઓમાં ખાલી રહેલા 56.58 કરોડના 416 આવાસોનો મુખ્યપ્રધાનના હસ્તે કમ્પ્યુટરાઈઝડ ડ્રો કરવામાં આવશે તેમજ હેકેથોન 2021 યર ઓફ આઇડિયા સ્પર્ધાનું આયોજનનો તથા આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રોપર્ટી સ્માર્ટ કાર્ડ પાઇલોટ પ્રોજેક્ટનો પણ શુભારંભ કરવામાં આવશે. તેમજ મુખ્યપ્રધાન દ્વારા કિશાનપરા ચોક ખાતે પબ્લિક બાઈક શેરિંગ પાઈલોટ પ્રોજેક્ટનું લોકાર્પણ થશે. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા અને ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી ઉપસ્થિતિ રહેશે.

આ વિકાસના કામોનું કરવામાં આવશે લોકાર્પણ

  • રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 25.53 કરોડના ખર્ચે નિર્માણ થયેલા શહેરના રૈયા રોડ આમ્રપાલી રેલવે ક્રોસિંગ ખાતે અન્ડર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે
  • વોર્ડ નંબર 3, પોપટપરા વિસ્તારમાં રૂપિયા 43 લાખના ખર્ચે બનેલા ગાર્ડન અને બાલ ક્રિંડાંગણનું લોકાર્પણ કરવામાં આવશે
  • કોઠારિયા અને વાવડી તેમજ જિલ્લા ગાર્ડન વિસ્તાર માટે રૂપિયા 105 કરોડના ખર્ચે પીવાના પાણી માટે ESR, GSR પમ્પિંગ મશીનરી અને DI પાઈપલાઈનનું કાર્ય પૂર્ણ થઇ ગયું છે. વોટર વર્કસની ઉપલબ્ધ બનેલી આ સુવિધાનો લાભ આશરે 1.75 લાખ લોકોને લાભ પ્રાપ્ત થશે. જેમાં ગોકુલ પાર્ક, તિરૂપતિનગર, ભોમેશાવ્રી, શ્રી રામ રણુજા, રણુજા ધામ, પીર વાડી, શિવધારા, સત્યમ બંગ્લોઝ, અક્ષરાતીત 1થી 3, ખોડલધામ રૂષિપ્રસાદ સોસાયટી, વેલનાથપરા વગેરેને આ સુવિધાનો લાભ મળશે.
  • વાવડી મુખ્ય ગામતળ, ગૌતમ બુદ્ધનગર, વિશ્વકર્મા સોસાયટી, ભારતનગર, મહામદી બાગ, શક્તિનગર, બરકાતીનગર, બજરંગનગર, રવેચીનગર, રવેચીપરા, રસૂલપરા, તેમજ જિલ્લા ગાર્ડન હેડ વર્કસ અને નારાયણનગર હેડ વર્કસ હેઠળના અનેક વિસ્તારોને આ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે.
  • અમૃત યોજના અંતર્ગત, વોર્ડ નંબર 7 અને 14 જિલ્લા ગાર્ડન ખાતે વોટર સપ્લાય હેડવર્કસનાં સિવિલ કામનું, વોર્ડ નંબર 18 કોઠારીયા રોડ, તિરૂપતીનગર પાસે, વોટર સપ્લાય હેડવર્કસનાં સિવિલ કામનું, વોર્ડ નંબર 12 વાવડી વિસ્તારમાં વોટર સપ્લાય હેડવર્કસનાં સિવિલ કામનું, વોર્ડ નંબર 18 કોઠારીયા, નારાયણનગરપાસે, વોટર સપ્લાય હેડવર્કસનાં સિવિલ કામ સહીત કુલ રૂપિયા 17.13 કરોડના ખર્ચે હેડવર્કસના વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવશે.
  • અમૃત યોજનાં અંતર્ગત વોર્ડ નંબર 12માં વાવડી હેડ વર્કસ હેઠળ આવતાં વિસ્તારમાં DI ડિસ્ટ્રિબ્યુશન પાઈપ લાઈન નાખવાના કામનું, વોર્ડ નંબર 7 અને 14માં જિલ્લા ગાર્ડન હેડ વર્કસ આધારીત DI પાઇપલાઇન નાખવાના કામનું, વોર્ડ નંબર 18માં કોઠારીયા તિરૂપતીનગર હેડવર્કસ હેઠળ આવતાં વિસ્તારમાં DI ડિસ્ટ્રિબ્યુશન પાઈપલાઈન નાખવાના કામનું, વોર્ડનંબર 18માં કોઠારીયા નારાયણનગર હેડવર્કસ હેઠળ આવતાં વિસ્તારમાં DI ડિસ્ટ્રિબ્યુશન પાઈપલાઈન નાખવાના કામ સહિત કુલ રૂપિયા 82.52 કરોડના DI પાઈપલાઈનના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવશે.
  • અમૃત યોજનાં અંતર્ગત, વોર્ડ નંબર 7 અને 14 જિલ્લા ગાર્ડન ખાતે વોટર સપ્લાય હેડવર્કસના પમ્પિંગ મશીનરીનું, વોર્ડ નંબર 18માં કોઠારીયા રોડ, તિરૂપતીનગર પાસે, વોટર સપ્લાય હેડવર્કસનાં પમ્પિંગ મશીનરીનું, વોર્ડ નંબર 12 વાવડી વિસ્તારમાં વોટર સપ્લાય હેડવર્કસનાં પમ્પિંગ મશીનરીનું કામ, વોર્ડ નંબર 18 કોઠારીયા, નારાયણનગર પાસે, વોટર સપ્લાય હેડવર્કસનાં પમ્પિંગ મશીનરી સહિત કુલ રૂપિયા 5.92 કરોડના પમ્પિંગ મશીનરીનું લોકાર્પણ કરવામાં આવશે.
  • સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ITMS પ્રોજેક્ટ હેઠળ રૂપિયા 70 લાખના ખર્ચે બનાવવામાં આવેલા સ્માર્ટ બસ સ્ટોપ(10)નું લોકાર્પણ કરવામાં આવશે. આમ, કુલ રૂપિયા 132.23 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત

  • કાલાવડ રોડ, 150 રિંગ રોડ જંક્શન (કે.કે.વી.ચોક) પર તથા જડૂસ ચોકમાં ફોર લેન (2 + 2) ફ્લાય ઓવર બ્રીજ રૂપિયા 158.05 કરોડના ખર્ચે બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
  • 150 ફુટ રીંગ રોડ પર નાનામવા ચોક તથા રામદેવ પીર ચોકમાં ફોર લેન બ્રીજ (2 + 2) સ્પ્લિટ ફ્લાય ઓવર બ્રીજ રૂપિયા 82.34 કરોડના ખર્ચે બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
  • રોડ વર્કસના રૂપિયા 10.52 કરોડના ખર્ચે, ડ્રેનેજ વર્કસના 56 લાખના ખર્ચે, પેવિંગ બ્લોક વર્કસના 3.20 કરોડના અને કમ્પાઉન્ડ તથા રિટેઇનીંગ વોલ વર્કસ કુલ 83 લાખના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
  • આમ, કુલ રૂપિયા 254.50 કરોડના વિવિધ કામોનું ખાતમુહૂર્ત મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવશે.
  • રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત
  • રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા કન્સ્ટ્રકશન ઓફ રીંગરોડ-2 ફેઝ-4 ફ્રોમ ભાવનગર રોડ(કાળીપાટ વિલેજ) ટુ અમદાવાદ રોડ (માલીયાસણ વિલેજ)ના કામનું રૂપિયા 19.61 કરોડના ખર્ચનું, કન્સ્ટ્રકશન ઓફ 90.0મી DP રોડ ફ્રોમ RMC બાઉન્ડ્રી ટુ AIIMS હોસ્પિટલ ઇન રૂડા એરિયાના કામનું રૂપિયા 9.93 કરોડના ખર્ચનું, કન્સ્ટ્રકશન ઓફ બ્રીજ ફોર રીંગ રોડ-2 ફેઝ-4 એટ ચે. 6060ના કામનું રૂપિયા 6.82 કરોડના ખર્ચનું, કન્સ્ટ્રકશન ઓફ 30.0મી DP રોડ ફ્રોમ RMC બાઉન્ડ્રી ટુ 90.0મી DP રોડ કનેક્ટિંગ AIIMS હોસ્પિટલ ઇન રૂડા એરિયાના કામનું રૂપિયા 4.95 કરોડના ખર્ચનું તેમજ કન્સ્ટ્રકશન ઓફ બ્રીજ ફોર રીંગ રોડ-2 ફેઝ-4 એટ ચે.8780ના કામનું રૂપિયા 4.88 કરોડના ખર્ચ સહિત કુલ 46.19 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
  • વિવિધ આવાસ યોજનાઓમાં ખાલી રહેલા 56.58 કરોડના 416 આવાસોનો ડ્રો
  • પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વેસ્ટ ઝોન ખાતે નવી આવાસ યોજના (MIG)ના કુલ યુનીટ 1268 પૈકી 210 આવાસો, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સ્માર્ટ ઘર 1, 2, 3 (EWS) કુલ યુનીટ 2176 પૈકી 104 આવાસો, મુખ્યમંત્રી આવાસ યોજના (EWS) કુલ યુનીટ 3806 પૈકી 102 આવાસો સહિત 56.58 કરોડના કુલ 416 આવાસોનો કમ્પ્યુટરાઈઝડ ડ્રો કરવામાં આવશે.
  • હેકાથોન સ્પર્ધા અને પ્રોપર્ટી સ્માર્ટ કાર્ડ પ્રોજેક્ટનો શુભારંભ
  • રાજકોટ મહાનગરપાલિકા (રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિ.) હેકાથોન સ્પર્ધા હેકાથોન 2021 યર ઓફ યર આઇડિયા સ્પર્ધાનું આયોજન તેમજ આવાસ યોજના વિભાગ (વહીવટી) પ્રોપર્ટી સ્માર્ટ કાર્ડ આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રોપર્ટી સ્માર્ટ કાર્ડ પાઇલોટ પ્રોજેક્ટનું શુભારંભ કરવામાં આવશે.
  • પબ્લિક બાઈક શેરિંગ પાઈલોટ પ્રોજેક્ટનું લોન્ચિંગ
  • પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સર્વિસનાં ભાગ રૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે રેસકોર્ષનાં કિશાનપરા ચોક ખાતે પબ્લિક બાઈક શેરીંગ પાઈલોટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં શહેરીજનો માટે નજીકનાં સ્થળોએ પહોંચવા માટે માઈ બાઈક એજન્સી મારફત પબ્લિક બાઈક શેરિંગ સ્ટેશન મારફત પાઈલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details