ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં નવા વર્ષને વધાવવા શહેરીજનો આતુર, વર્ષના છેલ્લા દિવસે ખરીદી માટે પડાપડી - રાજકોટ લોકલ ન્યુઝ

નવા વર્ષને બસ હવે ગણતરીના જ કલાકો બાકી છે. ત્યારે રાજકોટવાસીઓ છેલ્લા દિવસે પણ મોટી સંખ્યામાં બજારમાં ખરીદી કરતા નજરે પડ્યા હતા. શહેરની ગુંદાવાડી મેઈન બજારમાં રવિવારે પણ મોટી સંખ્યામાં લોકો દિવાળીની કરી ખરીદી કરી રહ્યા છે. જો કે દિવાળી પર્વ નિમિત્તે બજારમાં ખરીદી માટે લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરતા હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે નવા વર્ષને વધાવવા માટે પણ રાજકોટવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

રાજકોટમાં નવા વર્ષને વધાવવા શહેરીજનો આતુર,
રાજકોટમાં નવા વર્ષને વધાવવા શહેરીજનો આતુર,

By

Published : Nov 15, 2020, 10:51 PM IST

  • રાજકોટમાં નવા વર્ષને વધાવવા શહેરીજનો આતુર
  • વર્ષના છેલ્લા દિવસે પણ ખરીદી માટે પડાપડી
  • શહેરમાં કોરોના સંક્રમણ વધવાની ભીતી



રાજકોટઃ નવા વર્ષને બસ હવે ગણતરીના જ કલાકો બાકી છે. ત્યારે રાજકોટવાસીઓ છેલ્લા દિવસે પણ મોટી સંખ્યામાં બજારમાં ખરીદી કરતા નજરે પડ્યા હતા. શહેરની ગુંદાવાડી મેઈન બજારમાં રવિવારે પણ મોટી સંખ્યામાં લોકો દિવાળીની કરી ખરીદી કરી રહ્યા છે. જો કે દિવાળી પર્વ નિમિત્તે બજારમાં ખરીદી માટે લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરતા હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે નવા વર્ષને વધાવવા માટે પણ શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

રાજકોટમાં નવા વર્ષને વધાવવા શહેરીજનો આતુર
બજારોમાં ખરીદી માટે પડાપડી જોવા મળીશહેરની મુખ્ય બજારો એવી ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાળી સહિતની બજારોમાં વર્ષના છેલ્લા દિવસે પણ પગ મુકવાની જગ્યા ન હતી. જ્યારે રાજકોટવાસીઓ પણ કપડાં, સુશોભનની વસ્તુઓ, ખાણીપીણી, રોશની સહિતની વસ્તુઓ મોટાપ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે. જ્યારે ચાલુ વર્ષે કોરોના જેવું કંઈ ન હોય તેમજ રાજકોટવાસીઓ બજારમાં ખરીદી માટે ઉમટી પડયા છે. બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોથી મંદીની મારનો સામનો કરતા વેપારીઓને પણ દિવાળી નિમિત્તે વેચવાલી નીકળતા ખુશ જોવા મળ્યા હતા.દરરોજ નોંધાય છે 60થી 65 કોરોનાના પોઝિટિવ કેસદિવાળી પર્વ સાથે કોરોનાની મહામારી પણ છે, પરંતુ લોકો હજુ પણ કોરોના પ્રત્યે જાગૃત ન હોય તેવી રીતે બજારોમાં ખરીદી કરી રહ્યા છે. હાલ શહેરમાં દરરોજ 60થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાઇ છે. એવામાં જો દિવાળી પર્વ નિમિત્તે લોકો બેજવાબદાર બનશે તો ખૂબ જ સહેલાઈથી કોરોનાની મહામારી ફેલાઈ શકે છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details