ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા તરીકે અર્જુન ખાટરિયાની વરણી - Local body election

રાજકોટ જિલ્લા પંચાયતમાં વિપક્ષ કોંગ્રેસના નેતા તરીકે સિનીયર સભ્ય અર્જુન ખાટરિયાની ફરી વરણી કરવામાં આવી છે.

Rajkot
Rajkot

By

Published : May 10, 2021, 5:36 PM IST

રાજકોટ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા તરીકે અર્જુન ખાટરિયાની વરણી

પંચાયતમાં ઉપનેતા તરીકે સોનલબેન બાળોદ્રાની વરણી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ રાજકોટ જિલ્લા પંચાયત કબજે કરવામાં સફળ રહ્યું

રાજકોટઃ સૌરાષ્ટ્રની સૌથી મોટી મનાતી એવી રાજકોટ જિલ્લા પંચાયતમાં વિપક્ષ કોંગ્રેસના નેતા તરીકે સિનીયર સભ્ય અર્જુન ખાટરિયાની ફરી વરણી કરવામાં આવી છે. જ્યારે પંચાયતમાં ઉપનેતા તરીકે સોનલબેન બાળોદ્રાની વરણી થઇ છે. જેને લઈને તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો છે. તાજેતરમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ રાજકોટ જિલ્લા પંચાયત કબજે કરવામાં સફળ રહ્યું છે.

ભાજપને 25 અને કોંગીને 11 બેઠકો મળી હતી

ગયા ફેબ્રુઆરીમાં યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં ભાજપને ૨૫ અને કોંગીને 11 બેઠકો મળેેે. ત્યારે તાજેતરમાં બન્ને પક્ષના એક-એક સભ્યના અવસાનથી બે બેઠકો ખાલી પડી છે. જ્યારે કોંગ્રેસના અર્જુન ખાટરિયાચોથી વખત જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા છે. પ્રથમ ટર્મમાં એક વર્ષ બાંધકામ સમિતિના અધ્યક્ષ, બીજી ટર્મમાં પાંચ વર્ષ વિપક્ષી નેતા અને ત્રીજી ટર્મમાં અઢી વર્ષ કારોબારી અધ્યક્ષ તરીકે પણ તેઓ રહી ચૂકયા છે.

ખાટરિયા પંચાયતની વહીવટી અને રાજકીય પરિસ્થિતિથી વાકેફ

અર્જુન ખાટરિયા જિલ્લા પંચાયતની વહીવટી અને રાજકીય પરિસ્થિતિથી વાકેફ છે. કોંગી નેતાગીરીએ ફરી તેમને વિપક્ષી નેતા તરીકે જવાબદારી સોંપી છે. ત્યારે તેઓ આગામી દિવસોમાં રજૂઆત જિલ્લા પંચાયતમાં રચનાત્મક વિપક્ષ તરીકે ભૂમિકા ભજવવાની અને જરૂર પડશે તો અવાજ ઉઠાવવાની ખાતરી પણ આપી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details