રાજકોટ- જેતપુર પંથકના એક ગામમાં વાડીમાં રહી મજૂરી કરતી મૂળ મધ્યપ્રદેશની એક 21 વર્ષની યુવતી રાજકોટની પીડીયુ હોસ્પિટલના (PDU Hospital in Rajkot)ગાયનેક વિભાગમાં દાખલ થઇ હતી. અહીં તેણે દીકરીને જન્મ (Madhya pradesh unmarried women gave birth to a child in Rajkot ) આપ્યો છે. તેના લગ્ન થયા ન હોવાથી કુંવારી માતા (Child born by unmarried girl in Rajkot) બનતાં તબીબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જેતપુર તાલુકા પોલીસને જાણ કરી હતી. જેને પગલે જેતપુર પોલીસ રાજકોટ દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ માત્ર 5 વર્ષની ઉંમરે કેવી રીતે બની આ દિકરી માતા, આજે પણ તે રહસ્ય જ રહ્યું
ઘટના વિશે -પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે યુવતીને પ્રેમી ભગાડી ગયો હતો પણ લગ્ન કર્યા નહોતા.જેતપુરના એક ગામમાં માતા-પિતા સાથે ખેતમજૂરી કરતી 21 વર્ષની યુવતી મધ્યપ્રદેશથી ( Madhya pradesh unmarried women gave birth to a child in Rajkot ) પોતાના પ્રેમીની માતા સાથે જેતપુર તરફ આવી રહી હતી. ત્યારે રાજકોટ પહોંચતા બસમાં હતી ત્યારે પેટમાં દુઃખાવો ઉપડતાં તેને સિવિલ હોસ્પિટલમાં (PDU Hospital in Rajkot )ખસેડાઇ હતી. અહીં ગાયનેક વિભાગમાં તપાસ થતાં તેના પેટમાં પુરા માસનો ગર્ભ હોવાનું ખુલ્યું હતુ઼. દરમિયાન તેણીએ દીકરીને જન્મ (Child born by unmarried girl in Rajkot)આપ્યો હતો. લગ્ન થયા ન હોવાથી તબીબે હોસ્પિટલ ચોકીમાં જાણ કરી હતી. બાદમાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જેતપુર પોલીસને જાણ કરી હતી.