ગુજરાત

gujarat

ETV Bharat / city

મુખ્યપ્રધાન રૂપાણીએ વર્ષો જૂની પરંપરા તોડી, રાજકોટમાં નહિ ઉજવે ઉત્તરાયણ - celebrate Uttarayan in Rajkot

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણી ઉત્તરાયણના તહેવારની ઉજવણી રાજકોટમાં જ કરે છે. ત્યારે આ વખત મુખ્યપ્રધાનના બાળપણના મિત્ર અભય ભારદ્વાજનું નિધન થયું હોવાથી તેઓ આ વર્ષ ઉત્તરાયણની ઉજવણી કરશે નહિ.

મુખ્યપ્રધાન રૂપાણીએ વર્ષો જૂની પરંપરા તોડી
મુખ્યપ્રધાન રૂપાણીએ વર્ષો જૂની પરંપરા તોડી

By

Published : Jan 14, 2021, 11:58 AM IST

મુખ્યપ્રધાન રૂપાણીએ વર્ષો જૂની પરંપરા તોડી, રાજકોટમાં નહિ ઉજવે ઉત્તરાયણ

નાનપણના મિત્રો સાથે ઉત્તરાયણ રાજકોટમાં જ ઉજવે

ગત વર્ષે અભય ભારદ્વાજના ઘરે ઉત્તરાયણની ઉજવણી કરાઈ હતી

રાજકોટઃ રાજ્યના મુખ્યપ્રધાન અને રાજકોટના પનોતા પુત્ર એવા વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ સાથે જોડાયેલી તેમની વર્ષો જૂની પરંપરા તોડી છે. વિજયભાઈ ગમે ત્યાં હોય પરંતુ ઉત્તરાયણ આવે એટલે તેઓ પોતાના નાનપણના મિત્રો સાથે ઉત્તરાયણ રાજકોટમાં જ ઉજવે છે. તેઓ રાજ્યના મુખ્યપ્રધાન બન્યા બાદ પણ તેમને આ પરંપરા જાળવી રાખી હતી. જો કે આ વર્ષે તેમના બાળપણના મિત્ર અને ખુબ જ નજીકના ગણાતા એવા સાથીનું અવસાન થયા તેઓએ આ પરંપરા તોડી હોય તેવું લાગે છે.

મિત્ર અભય ભારદ્વાજનું થયું છે નિધન

મુખ્યપ્રધાન રૂપાણીના નાનપણના મિત્ર અને ખૂબ જ અંગત એવા રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું તાજેતરમાં જ કોરોના થયા બાદ તેમના ફેફસાંમાં ઇન્ફેક્શન વધવાના કારણે તેમનું સારવાર દરમિયાન અવસાન થયું હતું. જેને લઈને મુખ્યપ્રધાન રૂપાણી સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓને આચકો લાગ્યો હતો. અભય ભારદ્વાજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના ખૂબ જ અંગત મિત્ર હતા. ગત વર્ષે મુખ્યપ્રધાન રૂપાણીએ અભય ભારદ્વાજના ઘરે જ ઉત્તરાયણનો પર્વ ઉજવ્યો હતો.

મુખ્યપ્રધાનના મિત્રોએ ડર્ટી ડઝન ગ્રુપ નામનું ગ્રુપ બનાવ્યું

મુખ્યપ્રધાન વિજય રૂપાણી રાજકોટમાં કોલેજ કાળમાં અભ્યાસ કરતા ત્યારે તેમના 12 જેટલા મિત્રો હજુ પણ સાથે જ છે અને એક જ પરિવારની જેમ રહે છે. આ 12 જેટલા મિત્રોએ ડર્ટી ડઝન નામનું ગ્રૂપ બનાવ્યું છે. જેમાં મુખ્યપ્રધાન વિજય રુપાણી પણ છે. મુખ્યપ્રધાન રૂપાણી દર વર્ષે આ ગ્રુપના સભ્યો અને પોતાના પરિવાર સાથે ઉત્તરાયણ ઉજવે છે. દર વર્ષે ગ્રુપના અલગ અલગ મેમ્બરના ઘરે ઉત્તરાયણ ઊજવામાં આવે છે. ત્યારે ગત વર્ષે અભય ભારદ્વાજના ઘરે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી.

ડર્ટી ડઝન ગ્રૂપ 30 વર્ષ કરતા પણ વધુ જૂનું

મુખ્યપ્રધાન રાજકોટના હોવાના કારણે તેઓ રાજકોટમાં બહોળું મિત્ર સર્કલ ધરાવે છે. તેમજ તેમના બાળપણના મિત્રો હંમેશા સુખ દુઃખમાં સાથે રહે છે. જેને લઈને આ પરંપરા જળવાઈ રહે તે માટે એક ડર્ટી ડઝન નામનું ગ્રૂપ બનાવામાં આવ્યું છે. આ ગ્રૂપ 30 વર્ષથી વધુ જૂનું માનવામાં આવે છે. જે ગ્રુપના મેમ્બર મુખ્યપ્રધાન રૂપાણી પણ છે. આ ગ્રુપના મેમ્બર્સ ગમે ત્યાં દેશ વિદેશમાં હોય પરંતુ દર વર્ષે ઉત્તરાયણના દિવસે જરૂર એકઠા થાય છે.મુખ્યપ્રધાન બન્યા બાદ પણ વિજયભાઈ પણ ઉત્તરાયણ આ જ મિત્રો સાથે કરતા હતા પરંતુ ચાલુ વર્ષે અભય ભારદ્વાજનું નિધન થયા વર્ષો જૂની પરંપરા તૂટી છે.

આ પણ વાંચો :

ABOUT THE AUTHOR

...view details