- અમદાવાદ RTOના નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત
- 39.40 કરોડના ખર્ચે બનશે નવું બિલ્ડીંગ
- RTOની 20 ફેસલેસ સેવાઓની શરૂઆત
અમદાવાદ: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) તેમજ રાજ્યના માર્ગ વાહનવ્યવહાર પ્રધાન પુર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં અમદાવાદ RTO ખાતે નવી વાહન વ્યવહાર કચેરીનું ખાતમુહૂર્ત (new building of Ahmedabad RTO) કરવામાં આવ્યું હતું.
20 સેવાઓ ફેસલેસ
રાજ્યના નાગરિકોને હવે RTOને લાગતી 20 ફેસલેસ સેવાઓ (20 Faceless Services) ઉપલબ્દ્ધ થશે. ગુજરાતમાં વાર્ષિક અંદાજિત 63 લાખ મતદારો ઘરે બેઠા આ સેવાઓનો લાભ મેળવી શકશે. આ સેવાઓમાં...
(અ) વાહન સંબંધિત સેવાઓ:
- ટ્રાન્સફર ઓફ ઓનરશીપ
- વાહનના સરનામામાં ફેરફાર
- હાયપોથીકેશનનો ઉમેરો
- હાઇપોથીકેશન રદ કરવું
- હાઇપોથીકેશન ચાલુ રાખવું
- અન્ય રાજ્યોની NOC
- ડુપ્લીકેટ RC book
- નવી પરમીટ, રિન્યુઅલ અને ડુપ્લીકેટ પરમીટ
(બ) લાયસન્સ સંબંધિત સેવાઓ:
- લાઇસન્સનું રિન્યુઅલ
- લાયસન્સનું રિપ્લેસમેન્ટ
- લાયસન્સનું એક્સ્ટ્રેક્ટ
- ડુપ્લીકેટ લાયસન્સ
- લાયસન્સમાં સરનામાં સુધારો
- હેઝાર્ડસ લાઇસન્સના ક્લાસમાં ઉમેરો
- લાઇસન્સના નામમાં સુધારો
- લાયસન્સમાં ફોટો/સિગ્નેચરમાં સુધારો
- પહાડી વિસ્તારમાં વાહન ચલાવવાના વર્ગનો ઉમેરો
- લાયસન્સ અથવા બેઝ જમા કરાવવું
- ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમીટ
- ડિફેન્સ લાયસન્સ માટે લાયસન્સના વર્ગમાં ઉમેરો