ગુજરાત

gujarat

ETV Bharat / city

વધુ વરસાદના કારણે ચીચોડ ગામનો પાક નિષ્ફળ, ખેડૂતોની મુશ્કેલીમાં વધારો - પાક વિમો મળ્યો નથી

રાજકોટ: પંથકમાં વધુ વરસાદ પડવાના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. જિલ્લાના ચીચોડ ગામમા વરસાદના કારણે મગફળી, કપાસ તથા અન્ય પાક નિષ્ફળ ગયા છે.

ચીચોડ ગામનો પાક નિષ્ફળ

By

Published : Oct 7, 2019, 8:54 PM IST

રાજકોટ જિલ્લાના ચીચોડ ગામની કુલ વસ્તી 1500 છે અને મોટા ભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે. ગામમા વધુ વરસાદ પડવાના કારણે ખેતરોમાં પામી ભરાય ગયાં અને ચાલુ વર્ષનો સમગ્ર પાક નિષ્ફળ ગયો છે. તથા, સરકાર દ્વારા ગત વર્ષનો પાક વિમો પણ આ ગામમાં આપાવામાં આવ્યો નથી.

વધુ વરસાદના કારણે ચીચોડ ગામનો પાક નિષ્ફળ, ખેડૂતોની મુશ્કેલીમાં વધારો

ખેતરોમાં હજૂ પાણી ભરાવાના કારણે ખેડૂતો ખેતરમાં જઇ શકતા નથી. વરસાદ બંધ થયો તેના 5થી 6 દિવસ થવા આવ્યા છતાં, હજૂ પણ ખેતરોમાં પાણી ઓસરવાનું નામ નથી લઇ રહ્યાં. ખેડૂતોએ સારો પાક થવાની આશાએ વાવેતર કર્યું હતું. જગતના તાતે પોતાના ઘરેણાંઓ વેચીને વાવેતર કર્યું હતું અને પાકના ઉછેર માટે મોંઘા ભાવના બિયારણો તથા જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો હતો.

ચીચોડ ગામમાં ગત વર્ષે દુષ્કાળ થયો હતો અને આ વર્ષે સારો વરસાદ થતાં ખેડૂતોના મનમાં એક આશાના કિરણે જન્મ લીધો હતો. પરંતુ, વધુ વરસાદના કારણે ખેડૂતોના હાથમાં આવાાનાર કોળીયો પાછો છીનવાય ગયો હોય તેવી પરિસ્થિતી ઉભી થઇ છે. ખેડૂતોને હજૂ સુધી ગત વર્ષનો પાક વિમો પણ મળ્યો નથી. ત્યારે, ખેડૂતો માગ કરી રહ્યા છે કે, ગત વર્ષનો અને ચાલુ વર્ષનો પાક વિમો એમને જલ્દી આપવામાં આવે.

ABOUT THE AUTHOR

...view details