- દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી
- સરીયામતી નદીના કોઝ વે પર પાણી ફરી વળ્યાં
- વીરપુરના વાળાડુંગરા ગામ પાસે આવેલો છાપરવડી ડેમ ઓવરફ્લો
- વીરપુરથી 10 ગામોની અવરજવર બંધ
રાજકોટ: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં 16 ઓગષ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે બુધવારે આ અંગે એલર્ટ પણ જારી કર્યું હતુ.વીરપુર અને વીરપુર પંથકમાં ગત મોડી રાત્રેથી જ વરસાદી માહોલ જામતા વિરપુર પંથકમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
મોડી રાત્રેથી ભારે વરસાદને લઈને વીરપુરના સિમ વિસ્તારમાં નદીઓ નાળા છલકાયા હતા. જેતપુર તાલુકાના વિરપુર પંથકના વાળાડુંગરા ગામ પાસે આવેલ છાપરવાડી ડેમ ગતરાત્રીના ભારે વરસાદમાં ઓવરફ્લો થયો હતો. સિંચાઈ માટે બનેલ આ ડેમના પાણીથી લુણાગરા, મેવાસા, પ્રેમગઢ, કેરાળી વગેરે ગામોના ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે છે.