ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં મનપા દ્વારા પાણીપુરી વેચતી દુકાનો અને લારીઓ પર ચેકીંગ, પાણીપુરી માંથી મળ્યા ઇકોલીના બેક્ટેરિયા - Panipuri in Rajkot

તાજેતરમાં રાજકોટ શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો નોંધાયો હતો. જેને લઇને રાજકોટ મનપા (RMC) ની ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણીપુરી વેચતી દુકાનો અને લારીઓ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન 6 જેટલા પાણીપુરી વેચતા વેપારીઓને ત્યાંથી પાણીપુરીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેને વધુ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જે દરમિયાન સામે આવ્યું છે કે, પાણીપુરીમાં ઇકોલીના નામના બેક્ટેરિયા મળ્યા હતા. જે લોકોના આરોગ્ય માટે ખૂબ જ જોખમી સાબિત થઇ શકે છે. રાજકોટમાં અલગ-અલગ પાણીપુરીના સેમ્પલમાંથી ઇકોલીના બેક્ટેરિયા મળી આવતા હાહાકાર મચી ગયો છે.

Gujarat News
Gujarat News

By

Published : Sep 8, 2021, 7:40 PM IST

  • રાજકોટમાં પાણીપુરીમાંથી ઇકોલીના બેક્ટેરિયા મળ્યા,
  • પાણીપુરીમાં ઇકોલીના બેક્ટેરિયા મળતા હાહાકાર
  • મનપાના ફુડ વિભાગ દ્વારા કરાયું ચેકીંગ

રાજકોટ: મનપાના ફુડ વિભાગ દ્વારા શહેરમાં અલગ અલગ 6 જેટલા સ્થળોએ પાણીપુરીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ સેમ્પલના પરીક્ષણ દરમિયાન સામે આવ્યું છે કે, આ પાણીપુરીમાં ઇકોલીના નામના બેક્ટેરિયા છે. જે આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે અને ભવિષ્યમાં તેની શરીર પર ખૂબ જ ગંભીર અસરો ગંભીર અસરો પણ પડતી હોય છે. આ પાણીપુરી ખાવાથી ઝાડા-ઉલ્ટી, ફૂડ પોઇઝનિંગ અને આંદરડામાં ચાંદા પડતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

રાજકોટમાં મનપા દ્વારા પાણીપુરી વેચતી દુકાનો અને લારીઓ પર ચેકીંગ

પાણીપુરીના નમુનામાંથી બેક્ટેરિયા મળ્યા

રાજકોટ ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ પાણીપુરીના નમૂનામાં પુરુષાર્થ મેઈન રોડ પર આવેલ જય જલારામ પાણીપુરી, ગોંડલ રોડ પર આવેલી સાધના ભેળ, સર્વેશ્વર ચીકમાં આવેલા બોમ્બે સ્ટાઇલ ભેળવાળા, ન્યુ જાગનાથમાં આવેલા નારાયણ દિલ્હી ચાટવાલાનો સમાવેશ થાય છે. પાણીપુરીના કુલ 6 જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પાણીપુરીમાંથી ઇકોલીના બેક્ટેરિયા મળી આવ્યા હતા. આ સિવાય અલગ-અલગ સ્થળોએ પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં ખાદ્ય અને વાસી બટેકા સહિતની વસ્તુઓ મળી આવી હતી. જેનો ફૂડ વિભાગની ટીમે ઘટના સ્થળે જ નાશ કર્યો હતો.

6 સ્થળોએથી મળ્યા ઇકોલીના બેક્ટેરિયા

રાજકોટમાં પાણીપુરીમાંથી ઇકોલીના બેક્ટેરિયા મળી આવ્યા હતા. જે મામલે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, ફૂડ વિભાગ દ્વારા ચોમાસાને લઈને ખાસ પાણીપુરી વેંચતા રેંકડીવાળાઓ અને ખાદ્યપદાર્થો વહેંચતા દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન 6 સ્થળેથી પાણીપુરીમાંથી ઇકોલીના બેક્ટેરિયા મળી આવ્યા હતા. આ બેક્ટેરિયાને કારણે શરીરમાં ઝાડા ઉલટી થાય છે તેમજ આંતરડામાં પણ સોજો આવે છે. આ સિવાય લાંબા સમયે શરીરમાં તેની વ્યાપક અસર પણ થાય છે. ઇકોલીના બેક્ટેરિયા મળવાનું મુખ્ય કારણો છે કે પાણીપુરીમાં વપરાતું પ્રદૂષિત પાણી અને વાસી બટાકા સહિતના માલનો સમાવેશ થાય છે.

ABOUT THE AUTHOR

...view details