ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં ટોય પાર્ક બનાવવા ચેમ્બર ઓફ કોમર્સે CM રૂપાણીને કરી રજૂઆત, લઘુ ઉદ્યોગોને મળશે પ્રોત્સાહન

રાજકોટ શહેરને વધુ એક આકર્ષણનું કેન્દ્ર મળશે. કારણ કે, રાજ્ય સરકારે ગુજરાતમાં ટોય પાર્ક (Toy Park) બનાવવાની વિચારણા શરૂ કરવામાં આવી છે. તેને લઈને અત્યારે ચર્ચામાં ચાલી રહી છે. તો આ ચર્ચામાં 2 શહેરોના નામ પસંદ કરવામાં આવ્યા છે. તેમાંથી એક શહેર રાજકોટ છે. સરકારે રાજકોટમાં ઘણા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ (International Airport) અને એઈમ્સ હોસ્પિટલ (AIIMS Hospital) સહિતના અનેક રાષ્ટ્રીય કક્ષાના પ્રોજેક્ટ સામેલ છે. તો આ તરફ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે (Rajkot Chamber of Commerce) ટોય પાર્ક રાજકોટમાં બનાવવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને માગ કરી છે.

રાજકોટમાં ટોય પાર્ક બનાવવા ચેમ્બર ઓફ કોમર્સે CM રૂપાણીને કરી રજૂઆત, લઘુ ઉદ્યોગોને મળશે પ્રોત્સાહન
રાજકોટમાં ટોય પાર્ક બનાવવા ચેમ્બર ઓફ કોમર્સે CM રૂપાણીને કરી રજૂઆત, લઘુ ઉદ્યોગોને મળશે પ્રોત્સાહન

By

Published : Aug 14, 2021, 2:07 PM IST

  • રાજકોટ શહેરમાં ટોય પાર્ક (Toy Park) બનાવવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે (Rajkot Chamber of Commerce) મુખ્યપ્રધાનને કરી રજૂઆત
  • ટોય પાર્ક (Toy Park) બનવાથી અનેક લાભ, રમકડાં સસ્તા થશે, લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે
  • રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ અને એઈમ્સ હોસ્પિટલ (AIIMS Hospital) બની રહી છે

રાજકોટઃ શહેરને વધુ એક ભેટ મળવા જઈ રહી છે. કારણ કે, અત્યારે રાજ્ય સરકાર (State Government) ગુજરાતમાં ટોય પાર્ક બનાવવાનો વિચાર કરી રહી છે. તેવામાં એવું ચર્ચાઈ રહ્યું છે કે, રાજકોટ અને સાણંદ એમ બે જગ્યાએ આ ટોય પાર્ક બનશે. તો આ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે (Rajkot Chamber of Commerce) પણ ટોય પાર્ક રાજકોટમાં જ બનાવવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે, સરકારે રાજકોટમાં ઘણા પ્રોજેક્ટ શરૂ કર્યા છે, જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ અને એઈમ્સ હોસ્પિટલ (AIIMS Hospita) સહિતના અનેક રાષ્ટ્રીય કક્ષાના પ્રોજેક્ટ સામેલ છે.

આ પણ વાંચો-AIIMS મેઈન હોસ્પિટલ બિલ્ડિંગ પ્લાનને મંજૂરી આપતી RUDA

ચેમ્બર ઓફ કોમર્સની (Rajkot Chamber of Commerce) ટોય પાર્ક (Toy Park) બનાવવાની માગ

તાજેતરમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. તેમ જ પોતાના વિવિધ પડતર પ્રશ્નો અંગેની રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ સરકાર આગામી દિવસોમાં જે ટોય પ્રોજેક્ટ અંગેનો પ્રોજેક્ટ લઈને આવી રહી છે. તેને રાજકોટમાં બનાવામાં આવે તેની પણ રજૂઆત કરવામાં આવી હતી. રાજકોટમાં ટોય પાર્ક બને તો રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને આ પ્રોજેક્ટનો સીધો જ લાભ મળશે. આ સાથે જ લઘુ ઉદ્યોગને પણ બૂસ્ટ મળશે. તેમ જ ગુજરાતમાં જ રમકડાંનું સસ્તા ભાવે નિર્માણ થશે.

આ પણ વાંચો-નાગરિક ઉડ્ડયન પ્રધાને ગુજરાતને આપી ભેટ, હવે ભાવનગરથી દિલ્હી અને મુંબઈ જવુ બનશે સરળ

ટોય પાર્ક બનવાથી આ ફાયદો થશે

રાજકોટમાં ઘણા બધા નાના-મોટા ઉદ્યોગો (Small-Big Enterprises) છે, જેમાં પ્લાસ્ટિકની નાનામાં નાની વસ્તુઓથી લઈને લોખંડની મોટામાં મોટી વસ્તુઓના પાર્ટ બનવામાં આવે છે. તેમ જ આ રમકડા બનવાના પાર્ટ્સનું પણ 80 ટકા ઉત્પાદન અહીં જ થાય છે. આને લઈને ટોય પાર્ક રાજકોટમાં બનાવવામાં આવશે. તો રમકડાનું એસેમ્બલ કરવાનું કામ રાજકોટથી જ થશે. જ્યારે અન્ય જગ્યાએ ટોય પાર્ક બનાવવામાં આવશે તો રમકડાનું એસેમ્બલ કરવા માટે બીજા શહેરમાં મોકલવા પડશે અને તેનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ વધી જશે. આમ, રાજકોટમાં ટોય પાર્કનું નિર્માણ થવાથી રાજકોટને ઘણો જ લાભ થશે.

ટોય પાર્ક બનવાથી અનેક લાભ, રમકડાં સસ્તા થશે, લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન મળશે

રમકડાં બનાવવાનો મુખ્ય હેતુ જળવાઈ રહેશે: ઉપપ્રમુખ

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના (Rajkot Chamber of Commerce) ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ જણાવ્યું હતું કે, રમકડાં બનાવવા જે નાના લોખંડના અને પ્લાસ્ટિકના પાર્ટ્સ (Plastic Parts) છે. તેમાંથી મોટા ભાગના પાર્ટ્સ રાજકોટમાં જ બને છે. આને લઈને રાજકોટને જ ટોય પાર્ક મળવો જોઈએ. ટોય પાર્ક મળવાથી રાજકોટના લઘુ ઉદ્યોગો (Small scale industries of Rajkot)ને પણ બૂસ્ટ મળશે. તેમ જ આ પાર્ક બનવાના કારણે જે અન્ય જિલ્લામાં મોકલવાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ (Transportation Expense) છે તે પણ બચશે. જ્યારે ટોય પાર્કનો (Toy Parkt) હેતુ પણ જે સસ્તા રમકડાંનું ઉત્પાદન કરવાનો છે. તે પણ જળવાઈ રહેશે અને લોકોને પણ પરવડે તેવા રમકડા મળી રહેશે.

રાજકોટમાં નાના-મોટા 20,000 ઉદ્યોગો છે

રાજકોટમાં ઉદ્યોગોની વાત કરીએ તો, નાના-મોટા મળીને કુલ 20,000 જેટલી ઉદ્યોગો આવેલા છે, જેમાં નાનામાં નાની વસ્તુઓથી માંડીને મોટા મોટી વસ્તુઓના સ્પેરપાર્ટ્સનું નિર્માણનું કાર્ય કરે છે. જ્યારે રમકડાના ઉત્પાદન માટે બનતી 80 ટકા જેટલી વસ્તુઓ રાજકોટના અલગ-અલગ ઉદ્યોગમાં બનાવવામાં આવે છે. જેના કારણે ટોય પાર્ક બનવાથી સીધો જ લાભ આ તમામ ઉદ્યોગ થશે. આને લઇને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રાજકોટને ટોય પાર્ક મળે તે અંગે રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details