- મ્યુકરમાઇકોસિસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે
- મ્યુકરમાઇકોસિસના ઇન્જેશન માટે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો
- મ્યુકરમાઇકોસિસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે
રાજકોટ: મ્યુકરમાઈકોસીસના સિવિલ સહિતની હોસ્પિટલોમાં દર્દી હાલ સારવાર લઇ રહ્યા છે. રાજકોટમાં કોરોનામાં માંડ ઘટાડો થયો હતો ત્યાં હવે મ્યુકરમાઈકોસીસમાં અત્યંત ચિંતાજનક ઉછાળો આવ્યો છે. તેની સારવાર કેન્સર કરતા પણ મોંઘી પડે છે. રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં 30થી 35 દર્દીઓનો રોજ વધારો થઈ રહ્યો છે. હાલ 550 દર્દી સિવિલમાં દાખલ છે. અત્યારે 150 કરતા વધુ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.
આ પણ વાંચો:જબલપુરઃ કાળા અને સફેદ ફંગસ બાદ હવે લીલો, ગુલાબી અને લાલ ફંગસ પણ મળ્યા
મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શનનો જથ્થો સરકારને ફાળવામાં આવ્યો
મ્યુકરમાઇકોસીસના ઇન્જેક્શનનો જથ્થો સરકારને ફાળવામાં આવ્યો છે. ખાનગી હોસ્પિટલોમાંથી દર્દીઓનો ડેટા આવશે તે મુજબ ઇન્જેક્શન આપવામાં આવશે. ઇન્જેક્શનનો સ્ટોક કલેકટર, સ્ક્રુટીનીમાં વેરીફાઈ થયેલા દર્દીઓને આપવામાં આવશે. મ્યુકરમાઇકોસિસના ઇન્જેશન માટે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. દર્દીના પરિજનોએ રૂબરૂ જવાની કે લાંબી લાઈન લગાવવાની જરૂર નહીં પડે.
રાજકોટ શહેરમાં મ્યુકરમાઈકોસિસનો કહેર, 700 દર્દી સારવાર હેઠળ આ પણ વાંચો:કોરોના થયા બાદ કોને થઈ શકે મ્યુકરમાઇકોસિસ ? જાણો તબીબોનું મંતવ્ય
રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનનું નિવેદન
કોરોના કેસોમાં ઘટાડો થયો છે. ઓક્સિજન અને વેન્ટિલેટર વાળા બેડ પણ ખાલી થયા છે. તો બીજી તરફ મ્યુકરમાઇકોસિસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સિવિલમાં અલગ સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. પોસ્ટ ઓપરેટિવ દર્દીઓની સમરસ હોસ્ટેલમાં સુવિધા ઉભી કરવામાં આવી છે. ત્યારે આજરોજ 75 દર્દીને સમરસ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.