રાજકોટઃ ભારત સહિત વિશ્વના તમામ દેશોમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી પર પ્રતિબંધ છે, પરંતુ હજુ પણ તેને લગતી માહિતી જાણે અજાણે લોકો સુધી પહોંચી રહી છે. છેવટે, પ્રતિબંધ હોવા છતાં, આવા વીડિયો લોકો સુધી કેવી રીતે પહોંચી રહ્યા છે તે વિચારવાનો વિષય છે. આ ગુનો ઘણા સોશિયલ પ્લેટફોર્મ પર તેજીમાં છે. દેશમાં લોકોમાં જાતિય ઉતેજના ધરાવતા દ્રશ્યો જોવાનુ પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યુ છે. પોતાની પરંપરાગત રીતથી સંતોષ ન થવાના કારણે પાશ્વાત્ય રીતે જાતિયતાને અપનાવીને સંતોષ મળશે તેવી આશા ધરાવે છે. ભારતીય લોકોનું સામાજીકરણ જ એવી રીતે કરવામા આવે છે કે તે જાતીયતાની અમુક રીતનો અસ્વીકાર કરે છે. જેથી કરીને ખોટા માર્ગે આનંદ મેળવવાની વૃત્તિ વધતી જોવા મળે છે. જાતિય દુષ્ક્રિયતાનો સબંધ વ્યક્તિમા જાતિય અસંતોષના કારણે થાય છે. હમણાં જ અમદાવાદમા એક ચોકાવનાઓ કિસ્સો સામે આવ્યો છે. જેમા એક પુરૂષે પોતાની પત્ની પાસે બ્લૂ ફિલ્મની જેમ સેક્સ કરવાની માંગણી કરી. પત્ની તે મુજબની માંગણીને અસ્વીકારી તો તેને અડધી રાત્રે ઘરમાથી બહાર કાઢવામા આવી. આ બાબતને ધ્યાને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ધારા આર. દોશી અને અધ્યક્ષ ડો. યોગેશ એ. જોગસણ દ્વારા 990 તરુણ અને તરુણીઓ પર એક સર્વે કરવામાં આવ્યો જેમાં નીચે મુજબની માહિતી પ્રાપ્ત થઇ.
પ્રશ્ન: એકાંતમાં મોબાઈલમાં કેવા દ્રશ્યો જોવો છો?
36% રોમેન્ટિક
30% કુદરતી
24% વૈજ્ઞાનિક
10% શૈક્ષણિક અને ધાર્મિક દ્રશ્યો
54% હા
46% ના
પ્રશ્ન: ગામડાઓમાં મિત્રો ન હોય તો કોની સાથે રમત રમો છો?
27% મોબાઈલ
28.90% ખેલકૂદ
44.10% પાલતું જાનવરો સાથે રમીએ છે
પ્રશ્ન: જાનવરોને હગ કરવી કે કિસ કરવી કે તેના પ્રજનન અવયવો જોવાની ઈચ્છા તમને કે તમારા મિત્રોને થાય ખરી?
45% હા
54% ના
પ્રશ્ન: શું તમે કે તમારા મિત્રોએ ક્યારેય પશુઓ સાથે જાતિય વર્તન કરેલું છે?
27% હા
73% ના
ધનાઢ્ય કુટુંબ જ્યાં પાલતું જાનવરો પાળેલા હોય તેવા 9% તરુણો એ સ્વીકાર્યું કે એકાંતમાં તેમના જાતિય અવયવો તપાસવા અને તેની સાથે રમત રમવી ગમે છે.
17% તરુણોએ સ્વીકાર્યું કે આ પ્રકારની ઘટના બને છે જેમાં તેના મિત્રો પ્રાણી સાથે ઉતેજના અનુભવે છે.
બાળકો બની રહ્યા છે જાતિય શિકાર
તાજેતરમાં જ ઘણા કિસ્સાઓ સમાજ સામે આવી રહ્યા છે, જેમાં બાળકો ક્યાંક કોઈક રીતે જાતિયતાનો ભોગ બન્યા છે. પોતાના અંગોના ફોટાઓ પાડી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા, જાતીય ઉત્તેજિત કરે તેવા વિડીયો જોવા ,ફોટા જોવા, ઓનલાઈન શિક્ષણ ના નામે વિચિત્ર હરકત કરવી ના કેસ સામે જોવા મળી રહ્યા છે.
બાળકો અજાણતા ભોગ બને છે
કેટલીકવાર બાળકો અજાણતા પણ જાતે જ ચાઇલ્ડ પોર્નોગ્રાફીની દુનિયાનો ભાગ બની જાય છે. ટેકનોલોજી જે રીતે આગળ વધી રહી છે અને દરેકની પાસે સરળતાથી મોબાઈલ છે તે જોતા, એવું કહેવું ખોટું નહીં હોય કે આજે આ ગુનો ઝડપથી ફેલાઈ રહ્યો છે. બીજી બાજુ, સોશિયલ મીડિયાના આ યુગમાં વીડિયો વાયરલ થવામાં સમય લાગતો નથી..
કિસ્સો: મનોવિજ્ઞાન ભવનમાં આવેલા એક કેસ વિશે વાત કરીએ તો ગામડામાં રહેનાર એક તરુણના માતા પિતા તેમના દીકરાને લઈને જ્યારે ભવનમાં આવ્યા હતા ત્યારે તેનું વિચિત્ર વર્તન અને પ્રાણી તરફનું એક વિચિત્ર આકર્ષણ જોવા મળ્યું હતું.. વાત કરતા માલુમ થયું કે એ તરુણના મિત્રોની જે ટોળકી છે તે ગામડામાં પ્રાણી સાથે ખાસ કરીને કૂતરા સાથે વિચિત્ર વર્તન તેના જાતીય અંગોની સાથે રમત રમતા હતા.. આ બાબતને ઝૂફીલીયા તરીકે ઓળખવામાં આવે છે.
Zoophilia (ઝુફિલિયા)
અહીં આ વિકૃતિમાં વ્યક્તિ પ્રાણી સાથે જાતિય સંબધો વિકસાવે છે. અહીં આ વિકૃતિ ધરાવનાર વ્યક્તિ પ્રાણી સાથે સંબધ બાંધી સુખ મેળવે છે. પશુગમન એ જાતીય અપરાધનો એક પ્રકાર છે. જેમાં કોઈ પણ પ્રકારનું લાગણીશીલ બંધન વિકસાવ્યા વગર જાતીય ઈચ્છા સંતોષવા માટે પ્રાણીને માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ વિકૃતિના ઘણા અલગ અલગ પ્રકારો છે. જેમાં વ્યક્તિ પ્રાણી સાથે સુખ મેળવે છે.
માનવ-પશુ ભૂમિકા-ખેલાડીઓ
જેઓ ક્યારેય પ્રાણીઓ સાથે સંભોગ ઇકરતા નથી પરંતુ પ્રાણીઓ હોવાનો ઢોંગ કરતા માણસો સાથે સંભોગ કરવાની ઈચ્છા દ્વારા જાતીય ઉત્તેજિત થાય છે.
રોમેન્ટિક ઝૂફાઇલ્સ
જેઓ પ્રાણીઓને પાળતુ પ્રાણી તરીકે રાખે છે, વાસ્તવમાં તેમની સાથે કોઇપણ જાતિય સંપર્ક કર્યા વગર મનોવૌજ્ઞાનિક રીતે ઉત્તેજિત થાય છે.
ઝૂફિલિક ફેન્ટાસાઇઝર્સ
જેઓ પ્રાણીઓ સાથે જાતીય સંભોગ વિશે કલ્પના કરે છે પરંતુ વાસ્તવમાં ક્યારેય કરતા નથી.
સ્પર્શશીલ ઝૂફાઇલ્સ
જેઓ પ્રાણીઓ અથવા તેમના ગુપ્તાંગોને સ્પર્શ, સ્ટ્રોક કરવાથી જાતીય ઉત્તેજના મેળવે છે પરંતુ વાસ્તવમાં પ્રાણીઓ સાથે જાતીય સંભોગ કરતા નથી.
ફેટીસટીક્સ ઝુફાઇલ્સ
જેઓ પ્રાણીઓના વિવિધ ભાગો રાખે છે જેનો ઉપયોગ શૃંગારિક ઉત્તેજના તરીકે તેમની જાતીય પ્રવૃત્તિના નિર્ણાયક ભાગ તરીકે થાય છે.
સેડિસ્ટિક બેસ્ટિયલ્સ
જેઓ પ્રાણીઓના ત્રાસથી જાતીય ઉત્તેજના મેળવે છે (ઝૂસાડિઝમ તરીકે ઓળખાય છે) પરંતુ પ્રાણી સાથે જાતીય સંભોગનો સમાવેશ થતો નથી.
નિયમિત ઝૂસેક્સ્યુઅલ્સ
જેઓ મનુષ્ય સાથે પ્રાણીઓ સાથે જાતીય સંબધ પસંદ કરે છે (પરંતુ બંને સાથે સેક્સ કરવા માટે સક્ષમ છે). આવા ઝૂફાઇલ્સ પ્રાણીઓ સાથે જાતીય પ્રવૃત્તિઓની વિશાળ શ્રેણીમાં જોડાશે અને ભાવનાત્મક સ્તરે પ્રાણીઓને પ્રેમ કરશે.
હોમિસાઈડલ બેસટીયલ્સ
જેમને પ્રાણી સાથે સેક્સ કરવા માટે પ્રાણીઓની હત્યા કરવાની જરૂર છે. જીવંત પ્રાણીઓ સાથે સંભોગ કરવામાં સક્ષમ હોવા છતાં, મૃત પ્રાણીઓ સાથે સેક્સ કરવાની અતુલ્ય ઇચ્છા ધરાવે છે.
વિશિષ્ટ ઝૂસેક્સ્યુઅલ્સ
જેઓ ફક્ત પ્રાણીઓ સાથે સંભોગ કરે છે.
આવી વિવિધ વિકૃતિ બાળકોનું ભવિષ્ય ક્યાંક બગાડી રહ્યા છે. વિવિધ કિસ્સાઓ જે લોકડાઉન સમય દરમિયાન અને ઓનલાઈન શિક્ષણ શરુ છે ત્યારે બાળકો પણ જાતિય અંગોના પ્રદર્શન તરફ વળ્યા છે. જે ઘટનાઓ સંકેત આપે છે કે હવે સમાજે જાગવાની જરૂર છે.