ગુજરાત

gujarat

ETV Bharat / city

બેંકના કેશિયરે કરી 71.43 લાખની ઉચાપત, કેશિયર સામે નોંધાયો ગુન્હો

રાજકોટ જીલ્લા બેંકના કેશિયરે ગ્રાહકો સાથે છેતરપીંડી કરીને લાખો રુપિયાની ઉચાપત કરી હોવાની ઘટના સામે આવી(cashier of Rajkot district bank cheated customers) છે. કેશિયર વિરૂદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે. જાણો કઇ રીતે ગ્રાહકોને છેતરતો હતો.

બેંકના કેશિયરે કરી 71.43 લાખની ઉચાપત
બેંકના કેશિયરે કરી 71.43 લાખની ઉચાપત

By

Published : Jul 3, 2022, 3:11 PM IST

રાજકોટ : રાજકોટ જિલ્લા બેંકની ધોરાજીના વડોદર ગામની બ્રાન્ચમાં કેશિયરે રૂપિયા 71.43 લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું(cashier of Rajkot district bank cheated customers) છે. આ અંગે પાટણવાવ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવામાં આવી છે.

આ પણ વાંચો - અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, રૂમના ભાડા મુદ્દે થઈ હતી માથાકૂટ

કેશિયર લાખોની છેતરપિંડી કરી ગયો - બેંક કેશિયર દ્વારા ખાતાધારકો એકાઉન્ટમાં જમા કરાવવા આવતા પૈસા બેંકમાં જમા કરાવવાને બદલે અંગત ઉપયોગ માટે લઈ તે પૈસાની એન્ટ્રી ડીલીટ કરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરતો હતો. જેતપુરમાં રહેતા અને ધોરાજીની રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેન્કમાં નોકરી કરતા ગોપાલ ભીખાભાઈ રાદડિયાએ ફરિયાદમાં ધોરાજીના મોટી પાનેલીમાં રહેતા બેંક કેશિયર તરીકે નોકરી કરતા વિકાસ રતીલાલ લાખાણીનું નામ આપ્યું છે. તેની સામે કલમ 406, 408, 409, 420, 465, 467, 468 અને 471 નોંધાઇ છે.

આ પણ વાંચો - સાવ આવા સામાન્ય કારણોસર યુવતીએ આયખું ટૂંકાવી દીધુ,પરિવારમાં માતમ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details