- રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના કેસ નહિવત રહેવાની સંભાવના
- રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજ 3થી 4 જેટલા મ્યુકરમાઇકોસિસના કેસ
- હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના કેસની સંખ્યા 900ની આસપાસ પહોંચી હતી
રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલ (RAJKOT CIVIL HOSPITAL)ના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. આર.એસ ત્રિવેદીએ મહત્વનો નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આગામી 30 જૂન સુધીમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના કેસ (Mucormycosis Case) નહિવત રહેવાની આશા છે. હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજ 3થી 4 જેટલા મ્યુકરમાઇકોસિસના કેસ આવી રહ્યા છે. ત્યારે શરૂઆતના દિવસોમાં બેકી સંખ્યામાં આ કેસ આવતા હતા, પરંતુ હવે રાજકોટ તેમજ સૌરાષ્ટ્રભરમાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના માત્ર 3થી 4 કેસ દરરોજ નોંધાઈ રહ્યા છે. તે જોઇને એવી આશા બંધાઈ છે કે આગામી 30 જૂન સુધીમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસ કેસની સંખ્યા નહીવત થઇ જશે.
મ્યુકરમાઇકોસિસની દેશમાં સૌથી વધુ સર્જરી રાજકોટમાં કરાઈ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસની સંખ્યા કેસની સંખ્યા 900ની આસપાસ પહોંચી હતી. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા દરરોજ મ્યુકરમાઇકોસિસના દર્દીઓની સર્જરી કરવામાં આવતી હતી. જેને લઇને અત્યાર સુધીમાં 650 કરતાં વધુ મ્યુકરમાઇકોસિસના દર્દીઓને સર્જરી કરવામાં આવી છે. સમગ્ર ભારતમાં સૌથી વધુ સર્જરી રાજકોટ સિવિલ હોસ્પિટલની માનવામાં આવી રહી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસને લઈને એક મજબૂત ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. જે ટીમ દ્વારા આ સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે. જ્યારે હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જરૂર જણાય તે દર્દીઓની સર્જરી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:રાજ્ય સરકાર મ્યુકરમાઇકોસિસની સારવાર માટે સજ્જ, બાળકો માટે અલગ બેડની વ્યવસ્થા