ગુજરાત

gujarat

ETV Bharat / city

Cannabis seized in Rajkot: રાજકોટમાંથી 1.850 કિલો ગાંજા સાથે 2ની ધરપકડ

રાજકોટમાં SOGએ (Rajkot Special Operation Group) 1.850 કિલો ગાંજો ઝડપી (Cannabis seized in Rajkot) પાડ્યો હતો. આ મામલે પોલીસે 2 આરોપીની પણ ધરપકડ કરી હતી. પોલીસે પેટ્રોલિંગ (Police patrolling in Rajkot) દરમિયાન ગાંજો ઝડપી પાડ્યો હતો.

Cannabis seized in Rajkot: રાજકોટમાંથી 1.850 કિલો ગાંજા સાથે 2ની ધરપકડ
Cannabis seized in Rajkot: રાજકોટમાંથી 1.850 કિલો ગાંજા સાથે 2ની ધરપકડ

By

Published : Feb 15, 2022, 12:48 PM IST

રાજકોટઃ રાજકોટમાં સ્પેશિયલ ઓપરેશન ગૃપ (SOG)એ 1.850 કિલો ગાંજો ઝડપી (Cannabis seized in Rajkot) પાડ્યો હતો. આ મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ પણ કરી હતી. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમ શિતલ પાર્ક નજીક પેટ્રોલિંગ (Police patrolling in Rajkot) અને વાહન ચેકિંગ કરતી હતી. તે સમયે આ ગાંજો ઝડપાયો હતો.

રાજકોટમાંથી 1.850 કિલો ગાંજો ઝડપાયો

આ પણ વાંચો-Police seized Drugs in Vapi: સ્કૂલબેગમાં ડ્રગ્સ ભરીને ઉભેલા 2 આરોપીઓની ધરપકડ, મહારાષ્ટ્રથી લવાયો હતો 16 કિલો ગાંજો

રાજકોટમાં ફરી એક વાર ગાંજો મળ્યો

આ અંગે મળતી માહિતી અનુસાર, રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમ (Rajkot Special Operation Group) શિતલ પાર્ક નજીક પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ (Police patrolling in Rajkot) કરતી હતી. તે સમયે વિસ્તારમાંથી જીજે 05 જેએ 0245 નંબરની કારની તપાસ કરતા તેમાંથી 1.850 કિલો ગાંજો મળી આવ્યો હતો. જ્યારે આ મામલે SOGએ 2 શખ્સોની ધરપકડ કરી હતી. તેમ જ વધુ પૂછપરછ શરૂ કરી છે. રાજકોટમાંથી ગાંજો મળી (Cannabis seized in Rajkot) આવતા વિસ્તારમાં પણ હાહાકાર મચ્યો છે.

આ પણ વાંચો-Cannabis seized from Morbi: વાંકાનેરના રહેણાંક મકાનમાંથી 6.5 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ

2 શખ્સોની કરાઈ ધરપકડ

સ્પેશિયલ ઓપરેશન ગૃપ (Rajkot Special Operation Group) દ્વારા ગાંજાના જથ્થા સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે. અજય બચુભાઈ વાડોદરા અને હિતેશ કનકભાઈ જાંબુકિયા નામના શખ્સોને પોલીસે ધરપકડ કરી હતી. આ ગાંજો તેઓ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા હતા. તેમ જ તેઓ રાજકોટમાં ગાંજો કોને આપવાના હતા. આ તમામ બાબતે વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. SOGએ મામલામાં એક કાર, ગાંજો મળીને અંદાજિત 3,18,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details