- સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજીનામાઓ પડવાનાં શરૂ
- વધુ ઉમેદવારો ન ગુમાવવા પડે તે માટે કોંગ્રેસે મોબાઈલ ફોન બંધ કરાવ્યા
- તાજેતરમાં જ શહેરમાં 200 જેટલા કાર્યકર્તાઓએ રાજીનામા આપ્યા હતા
રાજકોટમાં કોંગ્રેસનું ડેમેજ કંટ્રોલ: મોટાભાગના ઉમેદવારોનાં મોબાઈલ સ્વીચ ઓફ - upcoming elections in gujarat
રાજકોટ મહાપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. એવામાં રાજકોટમાં કોંગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. ત્યારે બચેલા 70 ઉમેદવારોને બચાવવા માટે શહેર કોંગ્રેસે ડેમજ કંટ્રોલ શરૂ કર્યો છે. કોંગ્રેસનાં તમામ ઉમેદવારોના મોબાઈલ સ્વિચ ઓફ કરાવીને સલામત જગ્યાએ રાખવામાં આવશે. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યો છે કે, પોલીસ તેમના ઉમેદવારોને ઘરે જઈને ધમકાવી રહી છે. આ જોઈને લાગી રહ્યું છે કે, રાજકોટમાં હવે તોડજોડની રાજનીતિ શરૂ કરવામાં આવી છે.
![રાજકોટમાં કોંગ્રેસનું ડેમેજ કંટ્રોલ: મોટાભાગના ઉમેદવારોનાં મોબાઈલ સ્વીચ ઓફ રાજકોટમાં કોંગ્રેસનું ડેમેજ કંટ્રોલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10555478-thumbnail-3x2-rjkt.jpg)
રાજકોટમાં કોંગ્રેસનું ડેમેજ કંટ્રોલ
રાજકોટ: શહેરમાં કોંગ્રેસ 2 બેઠક પર ચૂંટણી લડે તે પહેલા જ હાર નિશ્ચિત થઈ છે. ત્યારે આ મામલે કોંગી નેતાઓની બેદરકારી પણ સામે આવી છે. હાલમાં કૉંગ્રેસમાંથી ટપોટપ પડી રહેલા રાજીનામાઓને લઈને કોંગ્રેસે પોતાના ઉમેદવારો બચાવવા માટે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યો છે. કોંગ્રેસનાં મોટાભાગના ઉમેદવારોએ પોતાના મોબાઈલ સ્વીચ ઓફ કર્યા હોવાનું કોંગ્રેસના શહેર પ્રમુખે અશોક ડાંગરે જણાવ્યું છે. આ ઉપરાંત પોલીસ ઉમેદવારોને ઘરે પહોંચીને ધમકાવી રહી હોવાના પણ આક્ષેપો પણ થઈ રહ્યા છે.
રાજકોટમાં ચૂંટણી ટાણે કોંગ્રેસ અને ભાજપનાં શહેર પ્રમુખ સાથે વાતચીત