રાજકોટઃ રાજકોટમાં ગુરૂવારે CAAના સમર્થનમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રાજકોટની વિવિધ સંસ્થાઓ CAAના સમર્થનમાં તિરંગાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાનાર છે. જેને લઈને રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો, વેપારીઓ સહિતના કર્મચારીઓ પણ આ તિરંગાયાત્રામાં જોડાવાના છે. જેને લઈને એક દિવસ માર્કેટિંગ યાર્ડનું કામકાજ બંધ રાખવાનો યાર્ડના સત્તાધીશો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટમાં CAA સમર્થન: આજે CMની હાજરીમાં તિરંગા યાત્રા, માર્કેટ બંધ - CMની હાજરીમાં તિરંગા યાત્રા
રાજકોટમા ગુરૂવારે CAAના સમર્થનમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેને મુખ્ય પ્રધાન રૂપાણી ફ્લેગ ઓફ કરાવવાના છે.
![રાજકોટમાં CAA સમર્થન: આજે CMની હાજરીમાં તિરંગા યાત્રા, માર્કેટ બંધ ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6054171-thumbnail-3x2-m.jpg)
ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે મુખ્ય પ્રધાન રૂપાણી રાજકોટની તિરંગાયાત્રાને ફ્લેગ ઓફ કરાવવાના છે, ત્યારે બીજી તરફ તિરંગાયાત્રા દરમિયાન કોઈ ઇચ્છનીય બનાવ ન બને તે માટે પણ પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારના નવા કાયદાના સમર્થનમાં ભાજપ તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા અનેકવિધ કાર્ય કરવામાં આવી રહ્યા છે, ત્યારે રાજકોટમાં પણ આજે એટલે ગુરૂવારના રોજ રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા CAAના સમર્થન તિરંગા યાત્રા કાઢવામાં આવનાર છે. જેને લઈને રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાને આ અંગે વધુ વિગતો આપી હતી.