- કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી
- અર્જુન મોઢવાડીયાએ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા
- રેમડેસિવીર ઇન્જેક્શન મામલે પણ કર્યા આક્ષેપ
રાજકોટઃ રાજ્યમાં કોરોનાના કારણે આરોગ્ય તંત્રની પરિસ્થિતિ કથળી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા 29 નાના-મોટા શહેરમાં રાત્રી કરફ્યૂની સાથે દિવસ દરમિયાન પણ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાનો જ ખુલ્લી રાખવાની જ છૂટ આપી છે. ત્યારે રાજકોટમાં આજે બુધવારે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. તે દરમિયાન તેઓએ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેઓએ રેમડેસિવીર ઇન્જેક્શન મામલે પણ સી.આર પાટીલ પર પણ આક્ષેપ કર્યો હતો.
ઇન્જેક્શનની કાળા બજારી મામલે ભાજપના નેતાઓની સંડોવણી
અર્જુન મોઢવાડિયાએ પત્રકાર પરિષદમાં રેમડેસિવીર ઇન્જેક્શન મામલે ભાજપ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ઇન્જેક્શનની કાળા બજારી થઈ રહી છે. એમાં પણ ભાજપના કાર્યકર્તાઓ અને કોર્પોરેટરોની સંડોવણી બહાર આવી છે. તેમજ જણાવ્યું કે, રાજ્યમાં વેન્ટીલેટરની અછત હોય તો સરકાર દ્વારા અલગ-અલગ જિલ્લાઓ માટે વેન્ટીલેટર ખરીદવા જોઈએ અને જરૂરિયાત મુજબ આપવા જોઈએ. જેના કારણે રાજ્યમાં કોવિડથી દર્દીઓના જીવ બચાવી શકાય. સરકાર દ્વારા જરૂરિયાત મંદ લોકો માટે કોઈ નક્કર કામ કરવામાં આવ્યું નથી. જેનું આ પરિણામ છે.