- રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ચણાનું મબલક ઉત્પાદન
- બેડી માર્કેટ યાર્ડમાં ચણાની ઐતિહાસિક આવક
- ચણાના ભાવ રૂપિયા 890થી 910 વચ્ચેના રહ્યા
રાજકોટ: સૌરાષ્ટ્રમાં આ વર્ષે ચણાનું મબલક ઉત્પાદન થયું છે. જેને લઈને રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં ચણાની ઐતિહાસિક આવક થઈ છે. આજે 80 હજાર ક્વિન્ટલની આવક નોંધાઇ છે. જ્યારે ચણાના ભાવ રૂપિયા 890થી 910 વચ્ચેના રહ્યા છે. સારા વરસાદના કારણે ચણાનું વાવેતર વધારે હોવાથી ઉત્પાદન પણ વધારે થયું છે. બીજી તરફ ટેકાના ભાવની જગ્યાએ ખેડૂતોને ઓપન માર્કેટમાં ઓછા ભાવ મળી રહ્યા છે. જ્યારે સરકાર દ્વારા ખેડૂતો પાસેથી માત્ર 50 મણ ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. જેના કારણે ખેડૂતોને ઓપન માર્કેટમાં ચણા વેંચવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો:રાજ્યના માર્કેટિંગ યાર્ડમાં ચણા, ઘઉં, રાયડાની મબલખ આવક