ગુજરાત

gujarat

ETV Bharat / city

Brothers Commit Suicide In Rajkot: રાજકોટ બેડી યાર્ડમાં 2 સગા ભાઇઓએ આત્મહત્યા કરતાં ચકચાર - બનાદાસ ટ્રેડિંગ રાજકોટ

રાજકોટમા બેડી યાર્ડમાં આવેલી બનાદાસ ટ્રેડિંગ નામની દુકાનમાં 2 સગા ભાઇઓએ આત્મહત્યા કરી છે. બંને ભાઇઓમાંથી એક ભાઇ મેડિકલ સ્ટોર અને એક ભાઇ બેડી યાર્ડમાં પેઢી ધરાવે છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને ભાઇઓ આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા (Brothers Commit Suicide In Rajkot) કરી હોવાનું સામે આવ્યું છે.

Brothers Commit Suicide In Rajkot: રાજકોટ બેડી યાર્ડમાં 2 સગા ભાઇઓએ આત્મહત્યા કરતાં ચકચાર
Brothers Commit Suicide In Rajkot: રાજકોટ બેડી યાર્ડમાં 2 સગા ભાઇઓએ આત્મહત્યા કરતાં ચકચાર

By

Published : Mar 8, 2022, 8:45 PM IST

રાજકોટ: રાજકોટના બેડી યાર્ડ (Bedi marketing yard Rajkot)માં 2 સગા ભાઈઓએ ઝેરી દવાપીને આત્મહત્યા (Brothers Commit Suicide In Rajkot) કરતા શહેરભરમાં હાહાકાર મચી જવા પામ્યો છે. આ મામલે કુવાડવા પોલીસ (kuvadva police rajkot) દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આત્મહત્યા (Suicide In Rajkot)નું કારણ આર્થિક ભીંસ હોવાનું બહાર આવ્યું છે. રાજકોટની ભાગોળે મોરબી રોડ (Rajkot Morbi Road) પર આવેલા બેડી માર્કેટિંગ યાર્ડમાં 2 વેપારી સગા ભાઈઓએ દવા પીને આત્મહત્યા (Suicide Cases In Gujarat) કર્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે.

આત્મહત્યાનું કારણ આર્થિક ભીંસ હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો:Medical Student Suicide : વડનગર મેડિકલ કોલેજના સ્ટુડન્ટે કરી હોસ્ટેલના 8માં માળેથી પડતું મૂકીને શંકાસ્પદ આત્મહત્યા

દુકાનમાં દવા પીને કરી આત્મહત્યા

યતીન સૂચક અને વિપુલ સૂચક નામના 2 સગા ભાઈઓએ યાર્ડમાં આવેલી પોતાની દુકાનમાં જ આત્મહત્યા કરી લીધી છે. આ મામલાની જાણ પોલીસને થતા તાત્કાલિક કુવાડવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ સમગ્ર મામલે (Bedi marketing yard Suicide Case) વધુ તપાસ હાથ ધરી છે. યાર્ડમાં આવેલા બનાદાસ ટ્રેડિંગ (Banadas Trading Rajkot) નામની દુકાનમાં વેપારી બંધુઓ (Traders In Rajkot)એ દવા પીને આત્મહત્યા કરી છે.

આ પણ વાંચો:Suicide In Ahmedabad: સ્વરૂપવાન મંગેતરના ત્રાસથી વેપારી પુત્રએ કરી આત્મહત્યા, યુવતી કરતી હતી અવનવી ડિમાન્ડ

એક ભાઈનો મેડિકલ સ્ટોર અને બીજા ભાઈની બેડી માર્કેટિંગ યાર્ડમાં પેઢી છે

આત્મહત્યા મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આર્થિક ભીંસના કારણે વેપારી બંધુઓએ આ પ્રકારનું પગલું ભર્યું હોઈ શકે છે. હાલ પોલીસ દ્વારા મૃતદેહને હોસ્પિટલમાં ખસેડીને આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે, આત્મહત્યા કરનારા મૃતક યતીનભાઈ સૂચક ગુંદાવાડી મેઈન રોડ પર મેડિકલ સ્ટોર ધરાવે છે. તેમના ભાઈ વિપુલભાઈને બેડી માર્કેટિંગ યાર્ડમાં પેઢી છે.

ABOUT THE AUTHOR

...view details