- બ્રીજનું કામ ધીમી ગતીએ થતાં રહીશોમાં રોષની લાગણી મળી જોવા
- શહેરમાંબ્રીજની કામગીરી ઘણા સમયથી શરૂ છતાં પરીણામ શૂન્ય
- કોરોનાના કારણે કામમાં સમસ્યા સર્જાઇ : ડેપ્યુટી મેયર
રાજકોટ: રાજકોટમાં અલગ અલગ જગ્યાએ નાના મોટાઓવરબ્રિજ અને અંડરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ(construction work of bridge in Rajkot started a long time ago) કરવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગ એવા હોસ્પિટલ ચોક, ગોંડલ ચોકડી, કાલાવડ રોડ, 150 ફુટ રોડ અને નાના મૌવા સર્કલ પાસે પણ ઓવરબ્રીજ નિર્માણ પામી રહ્યો છે. શહેરમાં ચારેય બાજુ ઓવરબ્રિજ અને અંડરબ્રીજની કામગીરી ઘણા સમયથી શરૂ(rajkot in Bridge construction work slow) છે, જે હજુ સુધી પૂર્ણ થવાનું નામ લેતી નથી. આ તામામ બ્રીજના કામ શરૂ હોવાના કારણે શહેરમાં સવાર-સાંજ ઠેર-ઠેર ટ્રાફિકનાં દ્રશ્યો જોવા મળે છે, જેને લઇને વિસ્તારમાં રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે.
બ્રીજનું કામ ધીમી ગતીએ થતાં રહીશોમાં રોષની લાગણી મળી જોવા
શહેરનાં લક્ષ્મીનગર નાલા ખાતે પણ અંડરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ છે. ત્યારે અહીંના સ્થાનિકોએ એવો આક્ષેપ કર્યો છે કે, છેલ્લા ઘણાં સમયથી અહીં બ્રીજ બનાવવાની કામગીરી શરૂ છે પરંતુ મંદ ગતિએ કામ થઇ રહ્યું છે. રહીશો દ્વારા વધું જણાવવામાં આવ્યું કે, અહીંથી દરરોજ નીકળતા વાહનચાલકો પણ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તેવામાં શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર મોટા મૌવા સર્કલ ખાતે પણ આ જ પ્રકારની સમસ્યાઓ સર્જાઇ રહી છે.