ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં પાણીના પ્રવાહમાં કાર તણાઈ, દ્રશ્યો કેમેરામાં થયા કેદ

ભારે વરસાદને કારણે રાજકોટના કોઠારીયા નજીક રણુજા મંદિર પાસે નદીમાં એક બોલેરો કાર તણાઈ હતી. કારમાં સવાર 2 લોકો પણ આ પાણીના વહેણમાં તણાયા હતા. ફાયર વિભાગ અને પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું છે, અને આ બંને લોકોની શોધખોળ હાથ ધરી છે.

રાજકોટમાં પાણીના પ્રવાહમાં બોલેરો કાર તણાઈ, આ દ્રશ્યો થયા કેમેરામાં કેદ
રાજકોટમાં પાણીના પ્રવાહમાં બોલેરો કાર તણાઈ, આ દ્રશ્યો થયા કેમેરામાં કેદ

By

Published : Jul 5, 2020, 3:18 PM IST

રાજકોટ: રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર પર મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. ત્યારે આજે સવારથી જ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે. જેથી કયાંક ખુશી તો ક્યાંક નદીઓ બે કાંઠે વહેતી થતાં સ્થાનિક લોકોને અવર-જવર કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટ જિલ્લા અને ગ્રામ્યમાં વહેલી સવારથી જ ભારે વરસાદ જોવા મળ્યો હતો, જેને લઇને નદી-નાળામાં વરસાદી પાણીના પુર જોવા મળ્યા હતા.

રાજકોટમાં પાણીના પ્રવાહમાં બોલેરો કાર તણાઈ, આ દ્રશ્યો થયા કેમેરામાં કેદ

પાણીના પ્રવાહમાં કાર તણાઈ, આ દ્રશ્યો થયા કેમેરામાં કેદ

  • રાજકોટના કોઠારીયા નજીક રણુજા મંદિર પાસેની ઘટના
  • બેઠા પુલ પર બોલેરો કાર સહિત બે લોકો તણાયા
  • ફાયર વિભાગ અને પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું
  • બંન્ને લોકોની શોધખોળ હાથ ધરી

ત્યારે શહેરના કોઠારિયા વિસ્તારમાં આવેલા રણુજા મંદિર નજીક એક બેઠા પુલ પર બોલેરો કાર સહિત બે લોકો તણાયા હોવાની ઘટના સામે આવી છે. આ કાર તણાઈ હોવાના લાઈવ દૃશ્યો કેમેરામાં કેદ થયા છે. કારમાં સવાર બે લોકો નજીકમાં જ ઊભેલી ટ્રક પર ચડીને બચવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે બોલેરો કાર તણાઈ હતી. જેને લઈને તેના પર રહેલા 2 લોકો પણ આ પાણીના વહેણમાં તણાયા હતા. હાલ ફાયર વિભાગ અને પોલીસ તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું છે અને આ બંન્ને લોકોની શોધખોળ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details