ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા - શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ

રાજકોટમાં એક યુવાનનો મૃતદેહ (body A young man found In Rajkot) મળી આવ્યો છે. પોલીસ દ્વારા આ યુવાન કોણ છે તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.

રાજકોટમાં યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા
રાજકોટમાં યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

By

Published : Feb 12, 2022, 1:53 PM IST

રાજકોટ: રાજકોટની ભાગોળે આવેલ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં એક યુવાનનો મૃતદેહ (body A young man found In Rajkot) મળી આવ્યો છે. જ્યારે મૃતદેહ પર ગંભીર ઇજાઓના પણ નિશાન જોવા મળી રહ્યા છે. પોલીસ દ્વારા આ યુવાન કોણ છે તે અંગેની તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

આ પણ વાંચો:સુરતમાં 30 ફૂટ ઉંચા ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં એક અજાણ્યા શખ્સનો મૃતદેહ મળ્યો

શાપર વેરાવળમાં યુવાનની મળ્યો મૃતદેહ

શાપર વેરાવળ ખાતે રંગાણી એન્જિનિયર કારખાના પાછલાં વિસ્તારમાં ખુલા પટ્ટમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસની પ્રાથમિક દ્રષ્ટિએ આ યુવાન પરપ્રાંતીય હોવાનું સામે આવ્યું છે. જો કે યુવાનની ઓળખ હજુ સુધી થઈ નથી, પરંતુ તેની બોડી પર ગંભીર ઇજાઓના નિશાન પણ જોવા મળી રહ્યા છે. જેને લઈને પોલીસે યુવાનની હત્યા કરાઈ હોવાની શંકા વ્યક્ત કરી છે. સમગ્ર મામલે શાપર વેરાવળ પોલીસે ઘટના સ્થળે લઈને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:બનાસકાંઠાના અમીરગઢમાંથી મહિલાની હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો

અર્ધનગ્ન હાલતમાં પડ્યો હતો મૃતદેહ

મૃતદેહ મળી આવવાના પગલે શાપર વેરાવળ લોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે આ મૃતક અર્ધનગ્ન હાલતમાં હતો અને તેની આસપાસમાં દેશી દારૂની કોથળીઓ મળી આવી હતી. જ્યારે મૃતદેહની આસપાસ વિસ્તારમાં દુર્ગંધ પણ ફેલાઈ રહી હતી. જેના પરથી પોલીસે અંદાજ લગાવ્યો છે કે બે દિવસ પહેલાં યુવાનની હત્યા થઈ હોય શકે છે. આ સાથે જ મૃતક કોણ છે અને ક્યાં કારણોસર તે મૃત્યુ પામ્યો છે. આ તમામ બાબતોને લઈને પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details