ગુજરાત

gujarat

ETV Bharat / city

ભાજપ ઉપપ્રમુખના પતિ સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ - BJP Vice President Dimple Galani husband Complaint

રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ડિમ્પલ ગલાણીના પતિ એડવોકેટ હિરેન ગલાણી સામે ઉપલેટા પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ (rape case in Upleta) દાખલ કરવામાં આવી છે. પરંતુ પોલીસે ધરપકડ ન કરતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાએ જોર પકડ્યું છે. (BJP Vice President Dimple Galani husband Complaint)

ભાજપ ઉપપ્રમુખના પતિ સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ, પોલીસે ધરપકડ ન કરતા ચર્ચાએ પકડ્યું જોર
ભાજપ ઉપપ્રમુખના પતિ સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ, પોલીસે ધરપકડ ન કરતા ચર્ચાએ પકડ્યું જોર

By

Published : Sep 17, 2022, 9:59 AM IST

રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ડિમ્પલ ગાલાણીના પતિ અને ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય એડવોકેટ હિરેન ગાલણી સામે ઉપલેટા પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ (rape case in Upleta) દાખલ કરવામાં આવી છે. જેમાં ઉપલેટા પોલીસ સ્ટેશનમાં સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે સમગ્ર બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી છે. (Rape case in Rajkot)

ધરપકડ ન કરતા ચર્ચા ઉપલેટામાં બનેલી આ ઘટનાને લઈને રાજકીય ગરમાગરમી પણ જોવા મળી છે. કારણ કે, જિલ્લા ભાજપના પતિ સામે નોંધાયેલી ફરિયાદથી સમગ્ર વિસ્તારમાં ચર્ચાએ જોર પકડ્યું છે. સાથે સાથે શિક્ષણ સમિતિમાં પણ ચર્ચાઓ થવા લાગી છે, ત્યારે હાલ તો આ હિરેન ગાલણી સામે ફરિયાદ દાખલ થયા બાદ તેમની પોલીસ દ્વારા હજુ સુધી અટકાયત નથી કરવામાં આવી તેવી પણ વિગતો સામે આવી છે. જેને લઈને અનેક ચર્ચાઓ શહેર તેમજ જિલ્લા ભરમાં થઇ રહી છે. (Advocate Hiren Galani Rape case)

પોલીસ પકડથી દુર રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખના પતિ અને ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ થતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે. જેમાં આ અંગે હિરેન ગલાણીએ એવું પણ જણાવ્યું હતું કે, તેમને આ બાબતે ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે, ત્યારે હાલ પોલીસે હિરેન ગલાણીની અટકાયત કરવા માટેની તજવીજ પણ હાથ ધરી છે. જેમાં હાલ તે પોલીસ પકડથી દુર હોવાની પણ વિગતો સામે આવી છે. (BJP Vice President Dimple Galani husband Complaint)

ABOUT THE AUTHOR

...view details