- રાજકોટમાં ભાજપના નેતાઓએ શિસ્તનો કર્યો ભંગ
- CMના આગમન પહેલાં જ 2 નેતાઓએ કર્યો ઝઘડો
- રાજકોટમાં વરસાદથી અસરગ્રસ્ત લોકોને મળવા પહોંચ્યા હતા CM
રાજકોટઃ રાજ્યના મુખ્યપ્રધાન બન્યા પછી ભૂપેન્દ્ર પટેલ પહેલી વખત રાજકોટ આવ્યા હતા. અહીં તેઓ વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત માટે આવ્યા હતા. જોકે, મુખ્યપ્રધાન આવે તે પહેલાં જ તેમના સ્વાગત માટે ઉભેલા ભાજપના રાજકોટના સાંસદ અને જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ચેતન રામાણી વચ્ચે ઝઘડો થયો હતો. રાજકોટ શહેર અને જિલ્લાના અધિકારીઓ તેમ જ ભાજપના દિગગજ નેતાઓ ઉભા હતા. તે દરમિયાન આ ઝઘડો થતા ભારે ચર્ચા છે. આ સમગ્ર મામલનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. મુખ્યપ્રધાનના આગમન પહેલાં જ 2 દિગગજ ભાજપના નેતાઓ વચ્ચે બબાલ સર્જાતા ચર્ચાનો મુદ્દો બન્યો હતો.
રાજકોટમાં ભાજપના નેતાઓએ શિસ્તનો કર્યો ભંગ આ પણ વાંચો-ભાજપ પક્ષ એટલે સરપ્રાઈઝ પક્ષ, નાના માણસોને પણ રાજા બનાવી શકે : ધારાસભ્ય કિશોરસિંહ ચૌહાણ
ભાજપના બે દિગગજ નેતાઓ વચ્ચે ઝઘડો થયો
રાજકોટમાં અસરગ્રસ્તોની મુલાકાતે આવેલા મુખ્યપ્રધાનના સ્વાગત માટે ઉભેલા નેતાઓ વચ્ચે ઝઘડો થતા ભારે હંગામો જોવા મળ્યો હતો. સમગ્ર મામલો એવો હતો કે, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ દ્વારા ભાજપ સાંસદ મોહન કુંડારિયાને છેલ્લા 7 વર્ષથી કાર્યાલય ખોલ્યું ન હોવાની વાત કરી હતી. આ મામલે બંને વચ્ચે ઝઘડો થયો હતો. જ્યારે જાહેરમાં જ બધાની વચ્ચે બંને ભાજપના નેતાઓ શાબ્દિક પ્રહાર એકબીજા પર કરતા જોવા મળ્યા હતા. જોકે, મુખ્યપ્રધાનના આગમન પહેલા સર્જાયેલા વિવાદને લઈને ઘટનાસ્થળે હાજર સાંસદ રામ મોકરિયા, મેયર ડો. પ્રદીપ ડવ સહિતના ભાજપના આગેવાનોએ બંને નેતાઓને ઝઘડો કરતા છુટ્ટા પાડ્યા હતા. આ પણ વાંચો-ગુજરાતની ભાજપ સરકાર રિમોટ કન્ટ્રોલથી ચાલતી સરકાર છે: મહેશ સવાણી
હું કોઈને ફરિયાદ નહીં કરું: મોહન કુંડારિયા
આ ઝઘડા બાબતે રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન આવવાના હતા ત્યારે બધા લાઈનમાં વ્યવસ્થિત લાઈનમાં ઉભા રહે અને બધા તેમને મળી શકે તે માટે આ વાત કહી હતી. કોઈ વિવાદ નથી. જોકે, મારો સ્વભાવ કોઈની સાથે ઝઘડવાનો નથી અને હું આ અંગે કોઈને ફરિયાદ કરવાનો નથી.