રાજકોટઃ રાજકોટમાં કોરોનાનો એક કેસ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને આરોગ્ય વિભાગ પણ સફાળું જાગ્યું છે, ત્યારે રાજ્યના શિક્ષણ પ્રધાન અને રાજકોટના પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસ અંગેની અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં તેમણે સમગ્ર કેસ અંગેની માહિતી મેળવી હતી. આ સાથે જ શિક્ષણ પ્રધાન દ્વારા લોકોને આ જીવલેણ વાઇરસ સામે ચોકસાઈ રાખવાની અપીલ કરી હતી.
રાજકોટમાં કોરોનાના કહેરને લઈ ભુપેન્દ્રસિંહે અધિકારીઓ સાથે બેઠક કરી - coronavirus news
શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કોરોના વાઇરસને લઈ રાજકોટમાં અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. રાજકોટમાં કોરોના વાઇરસનો એક કેસ પોઝિટિવ આવ્યો છે.
Rajkot
ભુપેન્દ્રસિંહે તાજેતરમાં જ રાજકોટ જિલ્લામાંથી મળી આવેલા બોર્ડની ઉત્તરવહી મામલે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.