- આવતીકાલે દશેરાના તહેવારની ઉજવણી
- લોકોને બિનસ્વાસ્થ્યપ્રદ ફરસાણ-મીઠાઈઓથી બચાવવાનો પ્રયત્ન
- રાજકોટના આરોગ્યવિભાગ દ્વારા શહેરભરમાં ચેકિંગ કામગીરી થઇ
રાજકોટઃ દેશમાં આવતીકાલે દશેરાનો તહેવાર છે. ત્યારે દશેરાના તહેવાર દરમિયાન મોટાભાગના લોકો મીઠાઈ તેમજ ફરસાણની વાનગીઓ આરોગતા હોય છે. જેને લઈને આજે રાજકોટ મહાનગરપાલિકાના ફુડ વિભાગ (RMC Department of Health)દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં ફરસાણ અને મીઠાઈ વેચતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં હતાં. તેમજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન કુલ 44 કિલોગ્રામ જેટલી વાસી મીઠાઈ પણ મળી આવી (Adulterated sweets ) હતી. જેનો ફુડ વિભાગ દ્વારા ઘટના સ્થળે જ નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે મહાનગરપાલિકા દ્વારા મીઠાઈ અને ફરસાણના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતાં. દશેરા પૂર્વે રાજકોટ મહાનગર પાલિકાના ફુડ વિભાગ દ્વારા અલગ-અલગ મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
કઇ કઇ દુકાનોમાં વાસી મીઠાઈનો જથ્થો પકડાયો
ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના માધાપર ખાતે આવેલા જલારામ ફરસાણમાંથી 30 કિલોગ્રામ વાસી મીઠાઈનો જથ્થો અને ઠક્કર ફરસાણમાંથી 14 કિલો વાસી મીઠાઈનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. જ્યારે કુલ 44 કિલો જેટલી વાસી મીઠાઈ દશેરા પૂર્વે મળી આવતા શહેરમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. આ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા 6 જેટલી મીઠાઇ અને ફરસાણની દુકાનને હાઇજેનિક કંડિશન, તેમજ મીઠાઇના બોક્સ ઉપર યુઝ્ડ ડેટ દર્શાવવા અંગેની પણ નોટિસ ફટકારવામાં આવી હતી. દશેરા તહેવાર પૂર્વે ફુડ વિભાગ (RMC Department of Health) દ્વારા મીઠાઈઓ અને ફરસાણની દુકાન ઉપર મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.
30 જેટલી મીઠાઈની દુકાનોમાંથી સેમ્પલ લેવામાં આવ્યાં