- રાજકોટમાં સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલ ફુલ
- હોસ્પિટલોની બહારા લાગી છે લાઈનો
- રાજકોટ સિવીલની બહાર શરૂ કરવામાં આવશે કોવિડ સેન્ટર
રાજકોટ: સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર જે રીતે કાળો કહેર વર્તાવી રહી છે. રાજકોટના સિવિલ હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં બેડ હાઉસફૂલ થઈ ગયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેડ મેળવા માટે હોસ્પિટલોની બહાર 108 એમ્બ્યુલન્સની લાંબી લાઈન લાગી છે. દર્દીઓ માટે ઓક્સિજન મેળવા માટે પણ લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટમાં 24 કલાકમાં 77 દર્દીના મૃત્યું થયા છે અને દિવસે દિવસે પોઝીટીવ સંખ્યામા પણ વધારો થઈ રહ્યો છે. દરરોજ અંદાજે 700થી વધારે કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાય છે.
આ પણ વાંચો : રાજકોટની કેન્સર કોવિડ હોસ્પિટલમાંથી 7 દિવસમાં જ 109 લોકોએ કોરોનાને આપી માત
સિવિલ હોસ્પિટલ ગ્રાઉન્ડમાં 100થી વધુ ઓક્સિજન બેડની સુવિધા ઉભી કરવામાં આવશે
રાજકોટમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે રાજકોટ માં છેલ્લા 24 કલાકમાં 77 દર્દીના કોરોના મૃત્યું થયા છે, સમગ્ર મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા કરવામાં આવશે. રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા વહીવટી તંત્ર પણ હવે હરકતમાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલ ગ્રાઉન્ડમાં 100થી વધુ ઓક્સિજન બેડની સુવિધા ઉભી કરવામાં આવશે. મંડપ નાખી ઓક્સિજન બેડમાં દર્દીઓની સારવાર કરવામાં આવશે. દર્દીઓની સારવાર માટે 50 તબીબો- 100પેરામેડીકલનો સ્ટાફ તૈનાત રાખવામાં આવશે.