રાજકોટ : રાજ્યમાં અત્યારે વિવિધ વિભાગોમાં નોકરી માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી(Recruitment process for jobs in various departments in state) છે, ત્યારે અરજદારોને અરજી ફોર્મ ભરવા માટે ક્રિમિલેયર સર્ટિફિકેટની(Criminal Certificate) જરુર પડતી હોય છે. રાજકોટમાં ક્રિમિલેયર સર્ટિફિકેટ કઢાવવા માટે અરજદારો બહુમાળી ભવન ખાતે જતા હોય છે. તાજેતરમાં તલાટીકમ મંત્રીની ભરતી પ્રક્રિયા(Recruitment process of Talatikam Minister) હાથ ધરાઇ છે, તે માટે અરજદારો બહુમાળી ભવન ખાતે ક્રિમિલેયર સર્ટિફિકેટ મેળવવા માટે જઇ રહ્યા છે, ત્યારે આ મોકાનો ફાયદો ઉઠાવીને બહુમાળી ભવનમાં બેઠેલા વચેટીયાઓ દ્વારા અરજદારો પાસેથી સર્ટિફિકેટ કઢાવવા માટે બેફામ લૂંટ ચલાવી રહ્યા છે.
આ પણ વાંચો : બનાસકાંઠામાં સ્ટેમ્પ પેપરની અછતને કારણે અરજદારો મુશ્કેલીમાં મુકાયા