ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં આયુર્વેદિક દવા કૌભાંડ, ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો - રાજકોટ

રાજકોટના શ્રમજીવી સોસાયટીમાં SOG દ્વારા દરોડા પાડીને આયુર્વેદિક દવાઓનો મોટો જથ્થો બે દિવસ પહેલા પકડી પાડ્યો હતો. જે મામલે SOGએ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ સાથે રાખીને કાર્યવાહી કરી હતી.

રાજકોટમાં આયુર્વેદિક દવા કૌભાંડ
રાજકોટમાં આયુર્વેદિક દવા કૌભાંડ

By

Published : Sep 4, 2021, 7:49 PM IST

  • દવાઓના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે
  • કૌભાંડ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને આરોગ્ય વિભાગના અધિકારીઓની મદદ લેવાઇ
  • સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આયુર્વેદિક એક્સપાયરી દવાઓનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે

રાજકોટઃ શ્રમજીવી સોસાયટીમાં SOG દ્વારા દરોડા પાડીને આયુર્વેદિક દવાઓનો મોટો જથ્થો બે દિવસ પહેલા પકડી પાડ્યો હતો. જે મામલે SOGએ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ સાથે રાખીને કાર્યવાહી કરી હતી. જે દરમિયાન આ આયુર્વેદિક દવાઓ એક્સપાયરી થઇ ગઇ હોય તેમાં નવી તારીખ નાખીને વેચવામાં આવતી હતી. જ્યારે આ દવાઓમાં સિરમ, ચવનપ્રાશ સહિતનું મિશ્રણ કરવામાં આવતું હોવાનું ખુલ્યું હતુ. જ્યારે પોલીસને આ મામલે કહેતા ડોક્ટર પરેશ પટેલની ધરપકડ કરી હતી. જ્યારે પોલીસે આ મામલે આરોપીને સાથે રાખીને તપાસ કરતા દવાઓનો મોટો જથ્થો પણ ઝડપાયો હતો.

ઝોન 1 ડીસીપી

આ પણ વાંચો-આયુર્વેદિક દવાના નામે એક્સપાયર્ડ દવાઓનો વેપલો, રાજકોટમાંથી ઝડપાયું મોટું કૌભાંડ

ડોક્ટર બની બેઠેલો પરેશ માત્ર 7 ધોરણ પાસ

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દરોડા પાડીને આયુર્વેદિક એક્સપાયરી દવાઓનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે, જે અંદાજીત રૂપિયા 21 લાખથી વધુનો છે. જેમાં અલગ -અલગ કંપનીની વિવિધ રોગોની દવાઓ પણ છે. જ્યારે આ દવાઓનું વેચાણ પણ કરવામાં આવતું હતુ. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે પરેશ પટેલ સહિત ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ તેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, પરેશ પટેલે પોતાના નામ આગળ ડોક્ટર લગાવ્યું હતુ, જેનું એફિડેવિટ પણ કરાવ્યું હતું અને આ વિસ્તારમાં ડોક્ટર તરીકે ઓળખાતો હતો.

ત્રણ આરોપીઓ વિરુદ્ધ નોંધાયો ગુનો

આયુર્વેદિક દવાઓના કૌભાંડ મામલે રાજકોટ પોલીસ દ્વારા ડોક્ટર પરેશ હરિલાલ, તેની પત્ની મિનલ પરેશ અને એક્સપાયરી ડેટની જગ્યાએ નવી તારીખના સ્ટીકર બનાવનાર પ્રિન્સ હિતેષ દઢાણીયાની વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે. જ્યારે હજુ પણ આ દવાઓનો કેટલો જથ્થો વેચાયો તેમજ આ દવાઓ ક્યાંથી આવતી હતી. મોટાભાગે કોને દવાઓ આપવામાં આવતી હતી. આ તમામ બાબતોને લઈને SOG દ્વારા વધુ તપાસ શરૂ કરાઈ છે. જ્યારે આ પ્રકારની એક્સપાયરી ડેટવાળી દવાઓ કોરોનાકાળ દરમિયાન વેચાઇ નહોતી તેનો આરોપીઓએ લાભ લઈને તેને વેચવાનું શરૂ કર્યું હતું.

ઝોન 1 ડીસીપી

આ પણ વાંચો- રાજકોટમાં આયુર્વેદિક દવાઓના નામે એક્સપાયરી દવાનું કૌભાંડ, લાખોની દવા ઝડપાઇ

15 બ્રાન્ડની દવાઓના સ્ટીકર મળ્યા

રાજકોટ ઝોન 1 ડીસીપીએ આ મામલે જણાવ્યું હતું કે, SOGએ બાતમીના આધારે પરેશ પટેલ નામના આરોપીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેના ક્લિનિક અને ગોડાઉન પર તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. જ્યારે આ મામલે પોલીસ દ્વારા ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે હજુ પણ આ મામલે તપાસ શરૂ છે. જેમાં જરૂર જણાશે તે મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવશે. જ્યારે આ કૌભાંડ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને આરોગ્ય વિભાગના અધિકારીઓની મદદ લેવામાં આવી હતી તેમજ દવાઓના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details