- તરુણો પોર્ન સાઇટ જોતા હતા તે બેસ્ટ સર્વે
- મનોવિજ્ઞાન ભવનને બે એવોર્ડ એનાયત
- વિદ્યાર્થીઓએ કુલ 81,000 થી વધુ લોકોનું ટેલિફોનિક તેમજ રૂબરૂમાં કાઉન્સેલિંગ કર્યું
રાજકોટ :સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગણના દેશની સર્વોચ્ચ યુનિવર્સિટીમાં થાય છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનોમમાં ઘણા બધા વિષયો પર રિસર્ચ અને સંશોધન પણ થયા હોય છે. જેને લઈને કોરોના કાળ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા કરવામાં આવેલી કામગીરીની વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા તરફથી બે એવોર્ડ આપવામાં આવ્યા છે.
પ્રથમ મનોવિજ્ઞાન ભવન દ્વારા રાષ્ટ્રીય મનોવિજ્ઞાન મેળાનું આયોજન કર્યું
પ્રથમ મનોવિજ્ઞાન ભવન દ્વારા રાષ્ટ્રીય મનોવિજ્ઞાન મેળાનું આયોજન કર્યું હતું. જેના માટે એક એવોર્ડ અને કોરોનામાં સમયમાં વિવિધ વિષયો પર 126 જેટલા સર્વે આર્ટીકલ લખવામાં આવ્યા હતા. જેને લઈને એવોર્ડ આપવામાં આવ્યો છે. આમ કુલ બે એવોર્ડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનને આપવામાં આવ્યા છે.
કોવિડ દરમિયાન પ્રથમ રાષ્ટ્રીય મનોવિજ્ઞાન મેળાનું આયોજન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા કોરોના કાળ દરમિયાન પ્રથમ વખત રાષ્ટ્રીય મનોવિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કુલ 81,000 થી વધુ લોકોનું ટેલિફોનિક તેમજ રૂબરૂમાં કાઉન્સેલિંગ કર્યું હતું. જેને લઇને એક અનોખો રેકોર્ડ સ્થપાયો હતો. ત્યારે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનને આ રાષ્ટ્રીય મનોવિજ્ઞાન મેળો યોજવા અને 81 હજારથી વધુ લોકોનું કાઉન્સેલિંગ કરવા બદલ બદલ એવોર્ડ આપવામાં આવ્યો છે.