- મનપા દ્વારા ઓનલાઇન રાખવામાં આવી હતી હરાજી
- ઓમ નાઇન સ્કવેર LHP નામની પેઢીએ ખરીદ્યો પ્લોટ
- નગર રચના યોજના નંબર 3 અંતર્ગત નાના મવા સર્કલ પાસે હતો પ્લોટ
રાજકોટઃરાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં ઈતિહાસનો સૌથી મોંઘો પ્લોટનો સોદો કરવામાં આવ્યો છે. રાજકોટ મનપા હેઠળ આવતા નાના મોવા સર્કલ નજીક એક પ્લોટની ઓનલાઇન હરાજી સોમવારના રોજ કરવામાં આવી હતી. આ પ્લોટની કિંમત 1.25 કરોડ રાખવામાં આવી હતી. જેમાં ઓમ નાઇન સ્કવેર LHP નામની પેઢીએ 1,18,16,37,600 કિંમતે આ પ્લોટની ખરીદી કરી છે. જો કે, આ રાજકોટ મહાનગરપાલિકાના ઈતિહાસનો સૌથી મોંઘો સોદો માનવામાં આવી રહ્યો છે. આ પ્લોટ રાજકોટ પેટ્રોલપંપ એસોસિએશનના પ્રમુખ અને વિખ્યાત બિલ્ડર ગોપાલ ચુડાસમા દ્વારા કરવામાં આવ્યો છે. રાજકોટમાં આટલી ઉંચી કિંમતે પ્લોટ વહેંચતા હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો:રાજકોટ મનપા દ્વારા 38 દુકાનોની હરાજી કરવામાં આવી
મનપાના ઇતિહાસનો સૌથી મોટો સોદો
રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારની નગર રચના યોજના નંબર 3 અંતર્ગત નાના મવા સર્કલ ખાતે પ્રાઈમ લોકેશનમાં આવેલા 9,438 ક્ષેત્રફળના પ્લોટની હરાજી સોમવારે સવારે 11 કલાકે યોજાઈ હતી. જે હરાજી મનપા દ્વારા ઓનલાઇન રાખવામાં આવી હતી. આ પ્લોટની હરાજીમાં 3 જેટલી અલગ અલગ પેઢીઓએ ભાગ લીધો હતો. જેને ઓમ નાઇન સ્કવેર LHP નામની પેઢીએ 1,18,16,37,600 રૂપિયાની કિંમતે ખરીદ્યો હતો. આટલી મોટી કિંમતમાં પ્લોટની વહેંચણી થતા રાજકોટ મહાનગર પાલિકાના ઇતિહાસમાં આ સૌથી મોટો સોદો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ગોપાલ ચુડાસમા છે PM મોદીના સમર્થક
ગોપાલ ચુડાસમા વિખ્યાત બિલ્ડર છે. આ સાથે જ રાજકોટ પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ પણ છે. તેઓ વડાપ્રધાન મોદીના સમર્થક પણ હોવાનું માનવામાં આવે છે. ગોપાલ ચુડાસમાએ ગત લોકસભાની ચૂંટણીમાં PM મોદીની ભવ્ય જીત થતા પોતાના પેટ્રોલ પંપ પરથી વાહનચાલકોને ફ્રીમાં CNG ભરી આપ્યો હતો. રાજકોટ મનપાની નવી બોડીને પ્રથમ પ્લોટની હરાજીમાં જ ધરખમ આવક થઇ છે. જેને લઈને મનપાના પદાધિકારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો:રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ચશ્માની થઈ હરાજી, જાણો કેટલી બોલી લાગી?