ગુજરાત

gujarat

ETV Bharat / city

Attempted suicide in Rajkot SP Office : રાજકોટ એસપી ઓફિસે પિતાપુત્રનો આત્મવિલોપનનો પ્રયાસ, લોધિકા પોલીસ સામે આંગળી ચીંધી - લોધિકા પોલીસની સામે આક્ષેપ

રાજકોટ શહેર પોલીસની સાથે હવે રાજકોટ રુરલ પોલીસ પણ છેલ્લે પાટલે બેઠી હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. લોધિકા પોલીસ દ્વારા બૂટલેગરોનું ઉપરાણું લઇ પિતાપુત્રને માર મારવાના આક્ષેપ (Allegation against Lodhika police) થયાં છે. આ પિતાપુત્રએ રાજકોટ એસપી ઓફિસે આત્મવિલોપનનો પ્રયાસ (Attempted suicide in Rajkot SP Office) કર્યો છે.

Attempted suicide in Rajkot SP Office : રાજકોટ એસપી ઓફિસે પિતાપુત્રનો આત્મવિલોપનનો પ્રયાસ, લોધિકા પોલીસ સામે આંગળી ચીંધી
Attempted suicide in Rajkot SP Office : રાજકોટ એસપી ઓફિસે પિતાપુત્રનો આત્મવિલોપનનો પ્રયાસ, લોધિકા પોલીસ સામે આંગળી ચીંધી

By

Published : Jun 24, 2022, 7:13 PM IST

રાજકોટ- રાજકોટ શહેરની પોલીસ બદનામ છે જ, ત્યારે હવે ધીમેધીમે આ સાથે રાજકોટ જિલ્લા પોલીસથી પણ લોકો અને અરજદારો સહિતનાઓ પરેશાન થતા હોવાનું અને પોલીસની આરોપીઓ સાથે સાંઠગાંઠ હોય તેવું સામે આવી રહ્યું છે. જેમાં પોલીસની (Allegation against Lodhika police) કામગીરીથી અને હેરાનગતિથી કંટાળીને પિતાપુત્રે (Father and son attempted suicide ) રાજકોટ એસપી ઓફિસે આત્મવિલોપનનો પ્રયાસ (Attempted suicide in Rajkot SP Office)કર્યો છે.

લોધિકા પોલીસ દ્વારા બૂટલેગરોનું ઉપરાણું લઇ પિતાપુત્રને માર મારવાના આક્ષેપ

પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ -રાજકોટના જિલ્લા પંચાયત ચોક નજીક જિલ્લા પોલીસ વડાની કચેરી બહાર પિતાપુત્રે શરીરે પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. સાથે દવા પીવાનો પણ પ્રયાસ (Attempted suicide in Rajkot SP Office)કર્યો હતો. જોકે તેઓ દિવાસળી ચાપે તે પહેલા પોલીસે બન્નેની અટકાયત કરી લીધી હતી. બાદમાં બંનેને સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા હતાં. પિતાપુત્રએ લોધિકા પોલીસ માર મારતી હોવાનો આક્ષેપ (Allegation against Lodhika police) કર્યો હતો.

આ પણ વાંચોઃ Torture of land mafias : ભૂમાફિયાઓના ત્રાસથી કંટાળી SP ઓફિસે કોણે કર્યો આત્મવિલોપનનો પ્રયાસ?

લોધિકાનાં બૂટલેગરો તેમજ ત્યાંની પોલીસે માર માર્યો -આ અંગેની પ્રાપ્ત જાણવા મળતી વિગત મુજબ રાજકોટની SP કચેરી ખાતે પિતાપુત્રે મેટોડાથીં આવી પહોંચ્યા હતાં. તેઓએ લોધિકાનાં બૂટલેગરો તેમજ ત્યાંની પોલીસે પુત્રને માર માર્યો હોવાના ગંભીર આક્ષેપો (Allegation against Lodhika police) લગાવ્યા હતાં. આ સાથે બોટલમાંથી પેટ્રોલ છાંટી તેમજ પીને આપઘાત કરવાનો પ્રયાસ (Attempted suicide in Rajkot SP Office)કર્યો હતો. જોકે આ સમયે ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ દ્વારા પિતા-પુત્રને પકડી અટકાયત કરી લીધી હતી. જોકે કરવામાં આવેલા આક્ષેપોની ઝીણવટભરી તપાસ કરવાનાં આદેશો જિલ્લા પોલીસ વડા દ્વારા આપવામાં આવ્યા છે. જોકે રાજકોટ એસપી ઓફિસે આત્મવિલોપનનો પ્રયાસે ચકચાર જગાવી હતી.

આ પણ વાંચો- રાજકોટમાં ભાઈની નજર સામે ભાઈને પતાવી દીધો

શું છે પિતાપુત્રની મજબૂરી- આત્મવિલોપનનો પ્રયાસ (Attempted suicide in Rajkot SP Office)કરનાર હસમુખ સોમાભાઈ દાફડાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે હું રાજકોટના મેટોડા GIDCમાં ભાડાના મકાનમાં રહું છું. મારા પુત્રને એક કેસમાં લોધિકા પોલીસે માર માર્યો હતો. રાતે એક વાગ્યે પોલીસે માર મારી લોધિકા પોલીસ સ્ટેશનમાંથી જવા દીધો હતો. બાદમાં મારા પુત્રને સવારે ગુંડાઓ અને બૂટલેગરોએ માર માર્યો હતો. પોલીસ અને ગુંડાઓ મળેલા હોય (Allegation against Lodhika police) તેવું લાગે છે. અમે લોધિકા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ન ગયા અને રાજકોટ SP કચેરીએ ફરિયાદ કરવા ગયા હતાં. પરંતુ ત્યાંથી અમને લોધિકા પોલીસ સ્ટેશને મોકલ્યા હતાં. પરંતુ ગુંડાઓના ડરથી અમે પોલીસને કહ્યું કે અમારે ફરિયાદ કરવી નથી. પોલીસે મારું નિવેદન નોંધી લીધું અને બે જગ્યાએ સહી લેવડાવી. બાદમાં 10 જૂને મારા પુત્રએ દવા પીધી ત્યારે પોલીસ નિવેદન નોંધવા હોસ્પિટલે આવી હતી. આ નિવેદન નોંધી ગયાં તે ગયાં પછી આજદિન સુધી કોઈ ફોન આવ્યો નથી. ઘરે પણ પોલીસ સંભાળ લેવા આવી નથી.

ABOUT THE AUTHOR

...view details