ગુજરાત

gujarat

ETV Bharat / city

Attempt to Suicide in Rajkot: નોવા હોટેલમાં મળેલા યુવતીના મૃતદેહ મામલે મોટો ખુલાસો, જાણો સમગ્ર મામલો - રાજકોટમાં આત્મહત્યાનો પ્રયાસ

રાજકોટની નોવા હોટેલમાં એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ (Attempt to Suicide in Rajkot) કર્યો હતો. જોકે, યુવકના સ્વજનોએ ઘટનાસ્થળે પહોંચી યુવકને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. તો આ હોટેલમાંથી એક યુવતીનો મૃતદેહ પણ મળ્યો (Young Woman deadbody found at Nova Hotel in Rajkot) હતો. પોલીસને પણ યુવક પર શંકા છે. તેવામાં મૃતક યુવતના માતાપિતાએ પણ યુવક પર આક્ષેપ કર્યો હતો.

Attempt to Suicide in Rajkot: નોવા હોટેલમાં મળેલા યુવતીના મૃતદેહ મામલે મોટો ખુલાસો, જાણો સમગ્ર મામલો
Attempt to Suicide in Rajkot: નોવા હોટેલમાં મળેલા યુવતીના મૃતદેહ મામલે મોટો ખુલાસો, જાણો સમગ્ર મામલો

By

Published : Mar 4, 2022, 11:48 AM IST

Updated : Mar 4, 2022, 5:28 PM IST

રાજકોટ: શહેરના કરણપરા વિસ્તારમાં આવેલી નોવા હોટેલમાં યુવતીનો મૃતદેહ (Young Woman deadbody found at Nova Hotel in Rajkot) મળ્યો હતો. તો આ યુવતીની હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક ચર્ચા છે. બીજી તરફ આ જ હોટેલમાં એક યુવકે એસિડ પીને આત્મહત્યાનો પ્રયાસ (Attempt to Suicide in Rajkot)કરતા તેને સારવાર માટે ખસેડાયો હતો. આ મામલે પોલીસની તપાસમાં યુવતી માત્ર 17 વર્ષની જ હોવાનું સામે આવ્યું હતું. આ સમગ્ર ઘટના મામલે યુવતીના માતાપિતાએ પણ આત્મહત્યાનો પ્રયાસ કરનારા યુવક જેમિશ દેવાયકા પર આક્ષેપ કર્યો હતો કે, આ યુવકે જ તેમની પૂત્રીની હત્યા કરી (Young Woman deadbody found at Nova Hotel in Rajkot) છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

નોવા હોટેલમાંથી યુવતીનો મૃતદેહ મળ્યો હતો

નોવા હોટેલમાં મળ્યો યુવતીનો મૃતદેહ

આ અંગે મળતી માહિતી અનુસાર, શહેરની કરણસિંહજી હાઈસ્કૂલ નજીક આવેલ નોવા હોટેલમાંથી એક યુવતીનો મૃતદેહ મળ્યો (Young Woman deadbody found at Nova Hotel in Rajkot) હતો. જ્યારે રૂમમાં તેની સાથે રહેલા યુવકે એસિડ પીનેઆત્મહત્યાનોપ્રયાસ (Attempt to Suicide in Rajkot) કર્યો હતો. ત્યારબાદ યુવકે પોતાના સ્વજનોને ફોન કરતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવ્યા હતા અને તેમણે યુવકને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

નોવા હોટેલમાં યુવકે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

આ પણ વાંચો-Child suicide in Surat: કામરેજના ખોલવડમાં સગીરે કર્યો આત્મહત્યા, સ્યૂસાઈડ નોટમાં બાવાનો ઉલ્લેખ

હોટેલના રૂમ નંબર 301માં યુવતીની હત્યા

નોવા હોટેલના રૂમ નંબર 301માં એક યુવતીની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ (Young Woman deadbody found at Nova Hotel in Rajkot) મળ્યો હતો. જ્યારે હોટેલના રૂમમાં એક યુવક એસિડ પીધેલી હાલતમાં મળ્યો હતો. યુવકના પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા (Attempt to Suicide in Rajkot) હતા. જોકે પોલીસને પ્રાથમિક અનુમાન છે કે, રૂમમાં યુવકે જ યુવતીની હત્યા કરી હોય શકે છે અને ત્યારબાદ પોતે પણ એસિડ પીને આત્મહત્યાનો પ્રયાસ (Attempt to Suicide in Rajkot) કર્યો હશે. જ્યારે રાજકોટમાં આ પ્રકારની ઘટના સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે.

પોલીસને યુવક પર શંકા

આ પણ વાંચો-Mahendra Faldu Suicide Case: મહેન્દ્ર ફળદુના મોબાઇલમાંથી મળી શંકાસ્પદ સ્યુસાઇડ નોટ, પોલીસે FSLની મદદ લીધી

બન્ને અલગ અલગ જિલ્લાના હોવાનું સામે આવ્યું

રાજકોટની હોટેલમાં મળી આવેલા યુવતીના મૃતદેહ મામલે પોલીસે તપાસ કરતા સામે આવ્યું છે કે, યુવતી મૂળ જામનગરની છે. તેમ જ તેનું નામ ધ્રુવા જોષી છે. જ્યારે એસિડ પીનારો યુવક કચ્છનો છે. તેનું નામ જેમિશ દેવાયકા છે. હાલ સમગ્ર મામલે રાજકોટ એ ડિવિઝન પોલીસ વધુ તપાસ કરી રહી છે. જ્યારે ઘટનામાં યુવતીને ગળેટૂંપો આપીને યુવકે મોતને ઘાટ ઉતારી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. મામળવ પોલીસ દ્વારા FSLની પણ મદદ લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ઘટનાસ્થળેથી પોલીસને કેટલાક મહત્વના પુરાવા પણ હાથ લાગ્યા છે.

Last Updated : Mar 4, 2022, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details