રાજકોટશહેરના કાલાવડ રોડ પર એમટીવી સામે સહજાનંદ વાટીકા શેરી નં.5 માં રહેતા અને મૂળ જસદણ તાલુકાના ભાડલા ગામના વતની અને PGVCL માં જૂનિયર ઇજનેર તરીકે ફરજ બજાવતા ભાણજીભાઇ રાઠોડના પુત્ર પાર્થને માર મારવામાં આવ્યો ( Atmiya college student clash in Rajkot ) હોવાની ઘટના સામે આવી છે. પાર્થ રાજકોટના કાલાવડ રોડ પર આવેલ આત્મીય કોલેજમાં ( Atmiya college ) ઇલેક્ટ્રીક એન્જીનિયરીંગનો સેમેસ્ટર-3 માં અભ્યાસ કરે છે.
અન્ય વિદ્યાર્થીઓની હેરાનગતિઆ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર પાર્થને તેની જ કોલેજમાં સેમેસ્ટર-5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી માનવ ચોટલીયા અને ધાર્મિક ભટ્ટી અવારનવાર તેમને હેરાન પરેશાન કરતા હોવાનું વિદ્યાર્થી દ્વારા જણાવવામાં આવ્યું હતું. જેમાં પાર્થ અનુસૂચિત જાતિમાંથી આવતો ( Atrocity complaint filed ) હોવાથી આ વિદ્યાર્થીઓ જ્ઞાતિ સંબંધિત કોમેન્ટ પણ કરતા હતાં જેમાં સાથી વિદ્યાર્થીઓ નાનીમોટી બાબતોમાં કનડગત કરતા હતાં જેથી કયારેક બોલાચાલી ( Atmiya college student clash in Rajkot )પણ થતી હતી.
માર મારવામાં આવ્યો આ ઘટનામાં પાર્થ જ્યારે કોલેજમાં હતો ત્યારે માનવ અને ધાર્મિકે તેનો મોબાઇલ ફોન ઝૂંટવી લીધો હતો અને કલાસ રૂમમાં જ ફડાકા ઝીંકી દીધા હતાં તેવું પાર્થ દ્વારા જાણવામાં આવ્યું છે. જેમાં લગભગ બે કલાક સુધી સાથી વિદ્યાર્થીઓએ મોબાઇલ ફોન પરત ન કરતા સમગ્ર બાબતે પાર્થ કોલેજના HOD ને ફરિયાદ કરવા જઇ રહ્યો હતો. ત્યારે માનવ અને ધાર્મિકે તેને કોલેજના પાર્કિંગમાં મોબાઇલ પરત કરવાના બહાને બોલાવી કોલેજ બહારના અન્ય બે યુવાનોને સાથે રાખી ઢીકાપાટુનો માર માર્યો હતો અને માથાના ભાગે ચાંદીનું કડુ માર્યું ( Atmiya college student clash in Rajkot )હતું તેવું વિદ્યાર્થી પાર્થે જણાવ્યું છે.