રાજકોટ : શિવાનંદ મિશન ટ્રસ્ટ આંખની હોસ્પિટલ 60 વર્ષથી કાર્યરત છે. આંખના ઓપરેશન માટે હોસ્પિટલમાં ફ્રી ચાર્જ લેવામાં આવતો નથી. કોરોના વાયરસને લઈને હાલ આ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ ચાલુ રાખવામાં આવ્યો છે. હાલ કોરોનાને લઈને 60 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુ બેડની અને હોસ્પિટલ સ્ટાફની જરૂરિયાત પડશે તો એ પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે.
વિરનગર આંખની હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે 60 બેડની વ્યવસ્થા કરી
રાજકોટઃ કોરોના વાઈરસની મહામારીને ધ્યાનમાં લઈને રાજકોટના વિરનગરની શિવાનંદ મિશન ટ્રસ્ટ આંખની હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે 60 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ વધારે જરૂર પડશે તો આંખની હોસ્પિટલનો વોર્ડ બંધ કરી વધારે બેડની વ્યવસ્થા કરવામાં આવશે.
આંખની હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે 60 બેડની વ્યવસ્થા
શિવાનંદ મિશન ટ્રસ્ટ હોસ્પિટલમાં 2 વર્ષ પહેલા નવો વોર્ડ બનાવવામાં આવ્યો હતો. એ વોર્ડમાં હાલ 60 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ મેડિકલ ઓફિસરને પણ રહેવા જમવાની સંપુર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.
Last Updated : Apr 21, 2020, 8:57 PM IST