- રાજકોટમાં સમરસ કોવિડ સેન્ટરમાં 4 વૃદ્ધોએ કોરોનાને હરાવ્યો
- મનમા વિશ્વાસ હોય તો મોટામાં મોટી બિમારી હરાવી શકાય છે
- તાજગીભર્યા વાતાવરણમાં દર્દી ઝડપથી સ્વસ્થ્ય થાય છે
રાજકોટ: ઉંમર ગમે તે હોય, હૈયે હામ અને સારવાર પર વિશ્વાસ કોરોના સામે જીત અપાવે જ છે. સમરસ કોવીડ કેર સેન્ટર ખાતે સારવાર લેતા સદભાવના વૃદ્ધાશ્રમના ચાર યોદ્ધાઓ કોરોનાને હરાવ્યો છે. સારવાર દરમિયામ તેઓએ કોરોનાને ક્યારે હટાવ્યો તે તેમને ખબર જ ન પડી. તેઓ જાણાવે છે કે સમરસ કોવીડ કેર સેન્ટરે ચૌદ દિવસ સુધી અમને ઘર જેવું જ વાતાવરણ પૂરું પાડ્યું હતું.
આ પણ વાંચો : રાજકોટ કોવિડ હોસ્પિટલમાં કર્મચારીઓ PPE કિટ પહેરીને રમ્યાં ગરબે , વિડીયો વાઇરલ
ચાર વૃદ્ધો થયા કોરોના મુક્ત
સમરસ કોવીડ કેર સેન્ટર ખાતે 75 વર્ષીય કનુભાઈ ખીગોડા, 73 વર્ષના વિનોદબેન ખીગોડા, 66 વર્ષના ધર્મિષ્ઠાબા બારૈયા અને 80 વર્ષના વજીબેન વેકરીયા સદભાવના વૃદ્ધાશ્રમમાં જીવન બસર કરી રહ્યા છે. તેઓને કોરોના પોઝિટિવ આવતા સમરસ કોવીડ કેર સેન્ટર ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ડો. જયદીપ ભૂંડિયા જણાવે છે કે અહીંની સારવાર સાથોસાથ શુદ્ધ પાણી અને સાત્વિક ખોરાક તથા તાજગીભર્યા વાતાવરણમાં તેઓ ઝડપભેર સાજા થઈ ગયા હતા. ડો. જયદીપ ઉમેરે છે કે, કોરોના મહામારી દરમિયાન 373 દર્દીઓ સારવાર લઈ કોરોનાને હરાવ્યો છે.