- રાજકોટના સમરસ કોવિડ સેન્ટરમાં કોરોના દર્દીઓ ઝુમ્યા ગિટારના તાલે
- સંગીતને કારણે દર્દીઓમાં એક જુસ્સો આવે છે
- છેલ્લા 20 દિવસમાં 100થી વધુ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી
રાજકોટ: કોરોના મહામારીમાં દર્દીઓ માનસિક તાણ પણ અનુભવતા હોય છે જેના કારણે તેમને સાજા થવામાં થોડો વધારે સમય લાગી જાય છે. જિલ્લાની સમરસ હોસ્ટેલમાં કોરોના દર્દીઓ માનસિત તાણ ન અનુભવે અને ખુશ મિજાજ રહે તે માટે ડોક્ટર્સ દર્દીઓ માટે ગિટાર વગાડીને તેમને મનોરંજન પૂરૂ પાડી રહ્યા છે.
દર્દીઓના મનપસંદ ગીતો વગાડી મનોરંજન પૂરું પાડવામાં આવ્યું
રાજકોટ સમરસ હોસ્પિટલમાં દર્દીઓ પોતાનું દુઃખ ભૂલી સંગીતનાં તાલે ઝૂમી ઉઠે તે માટે અનોખા પ્રયાસ કરવામાં આવી રહયા છે PPE કિટ સાથે ગરબે ઝુમી દર્દીઓમાં જુસ્સો પુરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે સાજા થયેલા દર્દીઓમાં અનેરી ખુશી જોવા મળી હતી. દર્દીઓ રોગને ભૂલી જાય તે માટે અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.અહીં કાઉન્સિલર ઘરના સભ્ય જેવું વર્તન કરી દર્દીને રોગ ભૂલાવી પ્રેમ અને હૂંફભર્યુ વર્તન કરતા દર્દીઓના મનપસંદ ગીતો વગાડી મનોરંજન પૂરું પાડવામાં આવ્યું છે તેવો વીડિયો હાલ સામે આવ્યા છે.દર્દીઓ માનસિક તણાવથી દુર રહે તેવા પ્રયત્નો હાલ કાઉન્સિલિંગ ટિમ કરી રહી છે.