ગુજરાત

gujarat

ETV Bharat / city

RSS ઉપલેટા શાખા દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારની કરવામાં આવી મદદ

"તૌકતે" વાવાઝોડાના કારણે ઘણા લોકો બેહાલ થયા છે, ત્યારે આવા બેહાલ લોકોની વ્હારે આવી અને તેમના માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપલેટા દ્વારા મદદ માટે સેવા શરૂ કરવામાં આવી છે.

RSS ઉપલેટા શાખા દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારની કરવામાં આવી મદદ
RSS ઉપલેટા શાખા દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારની કરવામાં આવી મદદ

By

Published : May 29, 2021, 1:24 PM IST

  • કુદરતી આફતના સમયે લોકોની મદદે આવ્યું RSS
  • RSS દ્વારા 3000 ફૂડ પેકેટનું કરવામાં આવ્યું વિતરણ
  • 1000 રાશન કીટનું કરવામાં આવ્યું વિતરણ

રાજકોટ:તાજેતરના થોડા દિવસો પહેલા જ ગુજરાત રાજ્યમાં તૌકતે વાવાઝોડાએ તબાહી મચાવી હતી અને આ વાવાઝોડાના કારણે ઘણા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરો અને તેમની ઘરવખરી પણ વિખેરાઈ ગઇ છે. બીજી તરફ આ વાવાઝોડાના કારણે ઘણા લોકોના પરિવારના સદસ્યો પણ અવસાન પામ્યા છે. ત્યારે આવી ભયંકર કુદરતી આફતના કારણે ક્ષતિગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકો ખુબ જ બેહાલ થયા છે.

આ પણ વાંચોઃસરકાર સાથે સામાજિક સંસ્થાઓ પણ વાવાઝોડા સરગ્રસ્ત વિસ્તારોમાં એક્ટીવ

3,000 જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું

આ વાવાઝોડાના કારણે ક્ષતિગ્રસ્ત વિસ્તારના લોકોને હાલ ભારે તકલીફ અને મુશ્કેલીઓ વેઠવી પડી છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપલેટા શાખા દ્વારા વાવાઝોડાના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા વિસ્તારોમાં રહેતા લોકોની મદદ માટે આગળ આવ્યું છે. જેમાં RSS ઉપલેટા શાખા દ્વારા થોડા દિવસ પહેલાં જ 3,000 જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ત્યાના સ્થાનિક લોકોની પરિસ્થિતિની પણ સમીક્ષા કરી હતી.

1,000 જેટલી રાશન કીટનું વિતરણ કરવા માટેનું તાત્કાલિક ધોરણે અયોજન

વાવાઝોડાની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ ફરી એક વખત RSS ઉપલેટા શાખા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારના લોકોની મદદ માટે 1,000 જેટલી રાશન કીટનું વિતરણ કરવા માટેનું તાત્કાલિક ધોરણે અયોજન કરવામાં આવ્યું છે. જેથી ઉપલેટા શહેરમાં શિશુ મંદિર શાળા ખાતે સ્વયંસેવકો દ્વારા કામગીરી શરૂ કરી હતી અને આ પરથી માનવતા આજે પણ જીવે છે તે સાબિત કર્યું છે.

RSS ઉપલેટા શાખા દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારની કરવામાં આવી મદદ

અભિમન્યુ ટીમના સદસ્યો પણ જોડાયા સેવાકાર્યમાં

અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને મદદ કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપલેટા દ્વારા આ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે આ કામગીરીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો, ઉપલેટાના આગેવાનો, બાળકો, યુવાનો તેમજ ઉપલેટા શહેરમાં 24 કલાક નિઃસ્વાર્થ ભાવે સ્મશાને સેવા આપતી એવી અભિમન્યુ ટીમના સદસ્યો પણ માનવતાવાદી કાર્યક્રમમાં ખાસ જોડાયા હતા.

RSS ઉપલેટા શાખા દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારની કરવામાં આવી મદદ

આ પણ વાંચોઃરાજુલા પોલીસની વાવાઝોડા અસરગ્રસ્ત લોકોની મદદ માટે ઉમદા કામગીરી

આગામી દિવસોમાં જરૂરિયાત અંગેની વિગતોની માહિતી લેવામાં આવશે

અવિરત સેવાની સાથે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપલેટા શાખાએ જણાવ્યું હતું કે, હજુ પણ આગળના દિવસોમાં જરૂરિયાત અંગેની તમામ વિગતો માહિતી મેળવવામાં આવી રહી છે. હજુ પણ મદદ માટે પણ અમે તૈયાર છીએ અને આવનારા દિવસોમાં પણ આગળ આવી તમામ મદદ શરૂ રહેશે.

ABOUT THE AUTHOR

...view details