ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં કોરોનાએ ASI અને તેમની પત્ની, બન્નેનો ભોગ લીધો - ગુજરાતના તાજા સમાચાર

રાજકોટમાં પોલીસમાં ફરજ બજાવતા ASI તેમજ તેમની પત્નીનું કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બન્ને પતિ-પત્નીના કોરોનાના કારણે મોત થતાં તેમના પરિવાર અને પોલીસ વિભાગમાં શોકની લાગણી ફેલાઇ છે.

રાજકોટમાં કોરોનાએ ASI અને તેમની પત્ની, બન્નેનો ભોગ લીધો
રાજકોટમાં કોરોનાએ ASI અને તેમની પત્ની, બન્નેનો ભોગ લીધો

By

Published : Apr 20, 2021, 10:21 PM IST

  • રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત
  • પતિ-પત્નીના કોરોના વાઇરસના કારણે મોત થયા
  • ASI અમૃતભાઇ રાઠોડ કોરોનાથી સંક્રમિત થયા હતા

રાજકોટઃરાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. રાજકોટમાં કોરોનાના કહેરના કારણે સામાન્ય જીવન અસ્તવ્યસ્ત થયું છે. સિવિલ હોસ્પિટલ બહાર દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. જ્યારે રાજકોટમાં દરરોજ 400થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે અને 60થી વધુ દર્દીઓના મોત થયા છે. જેમાં કોરોના વોરિયર્સનો પણ સમાવેશ થાય છે. રાજકોટમાં પોલીસમાં ફરજ બજાવતા ASI તેમજ તેમની પત્નીનું કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બન્ને પતિ-પત્નીના કોરોનાના કારણે મોત થતાં તેમના પરિવાર અને પોલીસ વિભાગમાં શોકની લાગણી છવાઈ છે.

આ પણ વાંચોઃ વડોદરામાં કોરોનાથી પોલીસકર્મીનું મૃત્યુ, ગાર્ડ ઑફ ઓનર સાથે અંતિમ વિદાય

પતિ-પત્ની બન્નેનો કોરોનાએ લીધો ભોગ

રાજકોટના બી-ડિવીઝનમાં ફરજ બજાવતાં ASI અમૃતભાઇ માયાભાઇ રાઠોડ કોરોનાથી સંક્રમિત થયા હતાં. ચાર દિવસ બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પણ તબિયત બરાબર થઇ ન હોઇ સિવિલમાં સારવાર હેઠળ હતાં. ગઇકાલે 19 એપ્રિલને સોમવારે બપોર બાદ તેમણે અંતિમ શ્વાસ લેતાં શહેર પોલીસે શોક સલામી આપી હતી. જ્યારે પુત્ર-પરિવારજનો અંતિમવિધી કરીને હજુ આવ્યા હતાં. મોડી રાતે અમૃતભાઇના ઘર્મપત્નિ લાભુબેને પણ દમ તોડી દીધો હતો. તેમને પણ કોરોના થતાં ઘરે જ સારવાર લઇ રહ્યા હતાં.

આ પણ વાંચોઃ જામનગર કોવિડ હોસ્પિટલમાં પાકિસ્તાની કેદીનું કોરોનાથી મોત

આવતા મહિને દીકરીના હતા લગ્ન

અમૃતભાઇ અને લાભુબેનને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. જેમાં પુત્ર સૌથી નાનો છે. રામનાથપરા પોલીસ લાઇનમાં પણ ગમગીની છવાઇ ગઇ હતી. કરૂણતા એ છે કે આવતા મહિને મે મહિનાની 24 તારીખના રોજ આ દંપતિની એક દિકરીના લગ્ન થવાના હતાં.

ABOUT THE AUTHOR

...view details