કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાનની ભરપાઈ થઈ નથી. પંચમહાલ જિલ્લાના ખેડૂતોને નવી મુસીબતનો સામનો કરવાનો વારો આવ્યો છે. શહેર તાલુકાના નવા રેના ગામથી પસાર થઈ રહેલ પાનમ માઇનોર કેનાલ જર્જરિત હાલતમાં હોવાના કારણે સિંચાઈ માટે છોડવામાં આવતું પાણી કોતરમાં વહી જાય છે. જયારે કેટલોક પાણીનો જથ્થો કેનાલ નજીક આવેલ ખેતરોમાં ફરીવરે છે. જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે.
પંચમહાલ: માઇનોર કેનાલ બિસ્માર હાલતમાં, શહેરાના રેણાના ખેતરોમાં પાણી ઘૂસ્યા - પંચમહાલ સમાચાર
પંચમહાલ: જિલ્લાના ખેડૂતો એક તરફ શિયાળુ પાક લેવાની તૈયારી કરી રહ્યા છે. બીજી તરફ તંત્રના પાપે સિંચાઈ માટે પાણી પૂરું પાડનાર માઇનોર કેનાલ ખસ્તા હાલતમાં હોવાનું સામે આવ્યું છે. 800 મીટર લાબીં માઇનોર કેનાલ તૂટેલી હાલતમાં હોવાના કારણે ખેડૂતો સિંચાઈ પાણી માટે વલખા મારી રહ્યા છે.
રેના ગામના 0 થી 800 મીટર સુધી લાંબી માઇનોર કેનાલ એટલી હદે જર્જરિત છે. પાનમ સિંચાયની મુખ્ય કેનાલમાંથી છોડવામાં આવતું પાણી માંડ 100 મીટર સુધી પહોંચે છે. બાકીનું પાણી નજીકના ખેતરોમાં અને કોતરમાં વહી જાય છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. બીજી તરફ છેવાડાના ખેતરો સુધી પાણી ન પહોંચતા ત્યાંના ખેડૂતો સિંચાઈ માટેના પાણી માટે વલખા મારી રહ્યા છે. રવિ પાક માટે પાણી ન મળતા તેઓ સીઝન પાક ખેતી કરી સકતા નથી. તેવામાં હાલ ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે. કમોસમી વરસાદના વાદળો માંડ છટાયા ત્યાંજ જર્જરિત કેનાલો ખેડૂતો માટે નવી મુસીબત સમાન સાબિત થઈ રહી છે. હાલ શિયાળુ પાક લેવામાટેની તૈયારી કરી રહેલ ખેડૂતો જર્જરિત કેનાલના કારણે ભારે મુસીબતમાં મુકાયા છે.