ગુજરાત

gujarat

ETV Bharat / city

અજાણ્યા વાહનમાં બેસતા પહેલા સાવધાન! નહીં તો... - રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પર અપહરણ

રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી નજીક રાજસ્થાનના ચાંદીના વેપારીને કારમાં પેસેન્જર તરીકે બેસાડી ચાર શખ્સો (Crime Rate in Gujarat) અપહરણ કર્યું હતું. બાદમાં કારમાં ગોંધી રાખી વ્યાપારીની લૂંટ મચાવી હતી. આ ધટનાને લઈને પોલીસે આરોપીઓને (Kidnapping Case in Rajkot) પીછો કરીને ફિલ્મઢબે પકડી પાડ્યા હતા.

અજાણ્યા વાહનમાં બેસતા પહેલા સાવધાન! નહીં તો...
અજાણ્યા વાહનમાં બેસતા પહેલા સાવધાન! નહીં તો...

By

Published : Aug 6, 2022, 11:34 AM IST

રાજકોટ : રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી નજીક રાજસ્થાનના ચાંદીના વેપારીને કારમાં પેસેન્જર (Crime Rate in Gujarat) તરીકે બેસાડી ચાર શખ્સોએ અપહરણ કર્યું હતું. બાદમાં કારમાં ગોંધી રાખી 16,500 રૂપિયાની લૂંટ ચલાવી હતી. જેમાં આ ચારેય શખ્સોએ વેપારીને લોઠડા નજીક ઉતારી નાસી છૂટ્યા હતા, ત્યારે આ બનાવ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે બાતમીના આધારે લૂંટારાઓને ગોંડલના પીઠડીયા ટોલ પ્લાઝા પર (Kidnapping Case in Rajkot) વોચ ગોઠવી ઝડપી લીધા હતા.

અજાણ્યા વાહનમાં બેસતા પહેલા સાવધાન!

પોલીસની વોચ - આ દરમિયાન મુખ્ય આરોપી હિમાંશુ ઉર્ફે નૂરો પરમાર ગોંડલ પીઠડીયા ટોલનાકા પરથી પસાર થવાનો હોવાની બાતમી પોલીસને મળતા વોચ ગોઠવી હતી. કાર ટોલનાકાએ આવતા જ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કોર્ડન (robbery case in Rajkot) કરી લીધી હતી. જેમાં એક પોલીસમેન કારના બોનેટ પર ચડી કારને આગળ જવા દીધી ન હતી. જોકે એક સમયે કાર આગળ ચલાવવા આરોપીએ પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ તેમને સફળતા ન મળતા લુંટારાઓ પોલીસના હાથે ઝડપાઇ ગયા છે. જેમાં આ સમગ્ર ઘટના ટોલનાકાના CCTVમાં કેદ થયા છે.

વાહન

પોલીસે ફિલ્મી સ્ટાઈલથી પકડી પાડ્યો - રાજકોટના ગ્રીનલેન્ડ ચોક નજીક બનેલા અપહરણ અને લૂંટના ગુનામાં મુખ્ય આરોપી હિમાંશુ ઉર્ફે નૂરો પરમાર રાજકોટ-ગોંડલ હાઇવે પર પીઠડીયા ટોલનાકાથી સુરત તરફ નાસી છૂટવા પ્રયાસ કરતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. આથી ટોલ પ્લાઝા પર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી વાળી ગાડીમાંથી ડ્રાઇવર સાથે મુખ્ય આરોપી હિમાંશુ ઉર્ફે નૂરો મળી આવતાં મંગળવારની રાત્રે 12.30 વાગ્યા આસપાસ પોલીસે ફિલ્મી સ્ટાઈલથી કારને કોર્ડન કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે જેમાં આરોપી દ્વારા એક વખત કારને આગળ ચલાવવા પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જોકે નાસી છૂટવામાં તેને સફળતા મળી ન હતી.

આ પણ વાંચો :અપહરણઃ 15 લોકોનું ટોળું ઘરમાં ઘુસી આવ્યું, યુવતી બૂમાબૂમ કરતી રહી

વેપારીનું નિવદેન -ચાંદીનું કામ કરતા સોની વેપારીએ જણાવ્યું હતું કે, તેઓ કામ અર્થે રાજકોટ આવ્યા બાદ રવિવારે સવારે રાજસ્થાન જવા માટે ગ્રીનલેન્ડ ચોકડીએ ઊભા હતા, ત્યારે આ વખતે અર્ટીગા કારના ચાલકે અમદાવાદ સુધી પેસેન્જર તરીકે બેસાડ્યા હતા. બાદમાં કારમાં (Rajasthan silver merchant Robbery) બેઠેલા ચાર શખ્સોએ સોની વેપારીનું અપહરણ કરી ગોંધી રાખી તેના પુત્ર સંજય પાસે ફોન કરાવ્યો હતો (Crime rate in Rajkot) અને બાદમાં પુત્ર પાસે વેપારીના ખાતામાં રૂપિયા નાખ્યા હતા. જેમાં ખાતામાંથી 15 હજાર ટ્રાન્સફર કરાવી તેમજ સોની વેપારીના ખિસ્સામાં રહેલા 1500 મળી કુલ 16,500ની રોકડ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી.

આ પણ વાંચો :યુવતીએ પ્રેમસંબંધ રાખવાનો ઇનકાર કરતા પ્રેમીએ અપહરણ કરી આચર્યું દુષ્કર્મ, શું છે કહાની

શખ્સોએ કહ્યું તમારૂ અપહરણ થયું - રાજસ્‍થાનના વેપારી ગ્રીનલેન્‍ડ ચોકડીથી એક અર્ટિગા કારમાં બેસતાં તેમાં રહેલા ચાર શખ્સોએ તેમને ધોકો બતાવી ‘તમારું અપહરણ થઇ ગયું છે અને છૂટવું હોય તો 50 હજાર આપવા પડશે’ તેમ કહી ધમકાવતાં ગભરાયેલા વેપારીએ પોતાના પુત્રને ફોન કરી ઓનલાઇન રૂપિયા મગાવ્યા હતા. બાદમાં પુત્ર દ્વારા રાજકોટ સ્‍થિત કાકાને બનાવની જાણ કરી હતી. જેથી વેપારીના સંબંધીએ પોલીસને વાકેફ કરતાં બી ડિવિઝન પોલીસે મોબાઇલ ટ્રેસ કરી અને અપહરણકારોનું પગેરું દબાવી ગોંડલ હાઇવે પર ખોડિયાર હોટલ પાસે અર્ટીગાને શોધી કાઢી હતી. જોકે લૂંટારાઓએ કાર ભગાવી મૂકતાં પોલીસે ફિલ્‍મીઢબે પીછો કરી ધરપકડ કરી હતી. જેમાં આરોપીઓની પૂછપરછ કરતાં તેમના નામ ખુશાલ ઉર્ફે એમએલએ રાદડિયા, સુમિત સરવૈયા અને પાર્થ ઉર્ફે ભોલુ ભોજાણી હોવાનું ખુલ્યું હતું. જેમાં પોલીસે આરોપી પાસેથી લૂંટમાં ગયેલા 1500 રૂપિયા પૈકી 700 જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details