- રાજકોટમાં નશીલા પદાર્થ હેરોઈને સાથે એક આરોપીની ધરપકડ
- રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન કરી ધરપકડ
- પોલીસે આરોપી પાસેથી કુલ 98.900નો મુદ્દામાલ કબજે કર્યો
રાજકોટના ધોરાજીમાં નશીલા પદાર્થ હેરોઈન સાથે એક આરોપીની ધરપકડ - એનડીપીએસ એક્ટ
સરકારના કડક કાયદા અને કડક પોલીસ વ્યવસ્થા વચ્ચે પણ આરોપીઓ બેફામ બન્યા છે. રાજકોટના ધોરાજીમાં નશીલા પદાર્થ હેરોઈન સાથે એક આરોપી ઝડપાયો છે. રાજકોટ ગ્રામ્ય એસઓજી સ્ટાફ જ્યારે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે મનહરભેળ સામે રઝાક કુરેશી નામના શખસ પાસે નશીલા પદાર્થનો જથ્થો છે. એટલે પોલીસે ત્યાં જઈને આરોપીની ધરપકડ કરી લીધી હતી.
રાજકોટઃ ગુજરાતમાં વારંવાર નશીલા પદાર્થો સાથે આરોપીઓ ઝડપાતા હોય છે. ત્યારે ફરી એક વાર રાજકોટમાં નશીલા પદાર્થ રાખતો એક આરોપી ઝડપાયો છે. રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, ધોરાજીમાં આવેલા મનહરભેળ સામે રઝાક કુરેશી નામના શખસ પાસે નશીલો પદાર્થ છે. એટલે પોલીસે અહીં પહોંચી તેની તપાસ કરતા આરોપી પાસેથી 9 ગ્રામ 650 મિલીગ્રામનો રૂ. 96,500નો માદક પદાર્થ મળી આવ્યો હતો. આ સાથે પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ 2400 સહિત 98,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી રઝાક કુરેશી સામે એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી સપ્લાયર સુધી પહોંચવાની તપાસ પોલીસે હાથ ધરી છે.