- સમસ્ત પાટીદાર સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું
- જેતલસર હત્યાકાંડને કડક શબ્દોમાં વખોડવામાં આવ્યો
- ઘટનામાં સંડોવાયેલા શખ્સને કડક સજા આપવામાં આવે તેવી માંગ કરાઇ
રાજકોટ : થોડા દિવસ પહેલા જેતપુર તાલુકાના જેતલસર ગામે સગીર વયની તરુણીની છરીના ઘા મારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનો આરોપી 24 વર્ષીય જયેશ ગિરધર સરવૈયા છે. આ તરુણીને તેના ભાઈ-બહેન એકલા હતા. ત્યારે તેના ઘરમાં ઘુસીને તેને ઘરમાંથી બહાર ઢસડીને મૃતકને આશરે 32 જેટલા ઘા મારીને ક્રુરતાપુર્વક હત્યા કરી હતી.
પાટીદાર સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું આ પણ વાંચો : જેતલસર હત્યાકાંડ: હાર્દીક પટેલ અને રેશ્મા પટેલ પીડિત પરિવારની મુલાકાતે
ઘટનામાં સંડોવાયેલા શખ્સને કડકમાં કડક સજા મળે તેવી માંગણી
ઉપલેટા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા આ ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી. ભવિષ્યમાં કોઈની પણ બહેન-દીકરી અને તરુણીની પજવણી કરી પોતાની મલિન રાક્ષસી વૃત્તિ સંતોષવાની માનસિકતા ધરાવતા લોફર આવારા તત્વો કોઈને પોતાનો શિકાર ન બનાવે નહિ. તથા આ ઘટનામાં સંડોવાયેલા શખ્સને કડકમાં કડક સજા મળે એવી માંગણી સાથે સમસ્ત પાટીદાર સમાજ દ્વારા ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
પાટીદાર સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું આ પણ વાંચો : જેતલસર હત્યાકાંડના પડઘા સમગ્ર રાજ્ય અને દેશમાં પડ્યા છે: સી.આર.પાટીલ