ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં કોરોના વેક્સિનેશન વધારવા કલેક્ટરનો મહત્વનો આદેશ - Rajkot News

કોરોનાના કેસ કાબુમાં આવતા હવે રાજ્ય સરકાર દ્વારા ધીમે ધીમે છૂટછાટો આપવામાં આવી રહી છે, ત્યારે આ છૂટછાટનો દુરુપયોગ ન થાય તે માટે રાજકોટ વહીવટીતંત્ર દ્વારા મહત્વનો આદેશ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં જે લોકો દરરોજ અનેક લોકોના સંપર્કમાં આવે છે, તેવા સુપર સ્પ્રેડર્સ (superspreader)ને પોતાનો કોરોનાનો નેગેટિવ રીપોર્ટ સાથે રાખવો ફરજિયાત કરવામાં આવ્યો છે.

Collector's order
Collector's order

By

Published : Jun 9, 2021, 10:45 PM IST

  • રાજકોટમાં કોરોના વેક્સિનેશન વધારવા કલેક્ટરનો મહત્વનો આદેશ
  • કોરોના કાબુમાં આવતા રાજ્ય સરકાર દ્વારા છૂટછાટો અપાઈ
  • છૂટછાટનો દુરુપયોગ ન થાય તે માટે રાજકોટ વહીવટીતંત્ર દ્વારા આદેશ કરાયો

રાજકોટઃ કોરોનાના કેસ કાબુમાં આવતા હવે રાજ્ય સરકાર દ્વારા ધીમે ધીમે છૂટછાટો આપવામાં આવી રહી છે. જેમાં સવારે 9થી 6 સુધી દુકાનધારકોને વિવિધ ધંધાઓ કરવાની છૂટ આપી છે, ત્યારે આ છૂટછાટનો દુરુપયોગ ન થાય તે માટે રાજકોટ વહીવટીતંત્ર દ્વારા મહત્વનો આદેશ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં જે લોકો દરરોજ અનેક લોકોના સંપર્કમાં આવે છે, તેવા સુપર સ્પ્રેડર્સ (superspreader)ને પોતાનો કોરોનાનો નેગેટિવ રીપોર્ટ સાથે રાખવો ફરજિયાત કરવામાં આવ્યો છે. આ કોરોના નેગેટિવ રિપોર્ટ 10 દિવસ જૂનો ન હોવો જોઈએ.

કલેક્ટરનો મહત્વનો આદેશ

આ પણ વાંચો : છૂટછાટ મળતા રાજકોટવાસીઓ બેકાબૂ : રસ્તા પર ટ્રાફિકજામ, લોકો માસ્ક વગર પણ જોવા મળ્યા

કોરોનાનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત સાથે રાખવો

રાજકોટ જિલ્લા કલેક્ટરે મહત્વનો આદેશ કર્યો છે. જેમાં સમગ્ર જિલ્લામાં શાકભાજીના વિક્રેતા, હોટલ રેસ્ટોરન્ટમાં કામ કરતા લોકો, ખાણીપીણીની લારીઓ વાળા, રીક્ષા-ટેક્સી અને ભાડે ચલાવતા વાહનોવાળાઓ, પાનના ગલ્લાઓ, ચા વાળાઓ, દુકાનધારકો, હેરસલુન અને બ્યુટીપાર્લરમાં કામ કરતા લોકો, ખાનગી સિક્યુરિટીના લોકો, સ્વરોજગાર કારીગરો સહિતના તમામ લોકોને પોતાની સાથે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ રાખવો પડશે. તેમજ આ કોરોના નેગેટિવ રિપોર્ટ 10 દિવસથી જૂનો ન હોવો ફરજિયાત છે. જે નિયમ આગામી 30 જૂન સુધી લાગુ રહેશે.

કલેક્ટરનો મહત્વનો આદેશ

આ પણ વાંચો : રાજકોટ AIIMSનું કાર્ય પુર જોશમાં, ડિસેમ્બરથી OPD શરૂ કરાશે

કોરોના વેક્સિન લીધાનું સર્ટિફિકેટ સાથે રાખવું

રાજ્ય સરકારની છૂટછાટનો દુરુપયોગ ન થાય તેમજ રાજકોટ જિલ્લામાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા સુપર સ્પ્રેડર્સ (superspreader)ને પોતાનો કોરોના નેગેટિવ રિપોર્ટ સાથે રાખવાનો આદેશ ફરજિયાત કરવામાં આવ્યો છે. તેમજ આ આદેશનું જે પણ લોકો પાલન નહીં કરે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું પણ જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના કારણે આગામી દિવસોમાં રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ થતું અટકાવી શકાય છે. જ્યારે આમાંથી જે લોકોએ કોરોનાની વેક્સિન લીધી છે. તે લોકોને આ નિયમ લાગુ પડશે નહીં, પરંતુ તે લોકોએ પોતાનું વેક્સિન લીધાનું સર્ટિફિકેટ સાથે રાખવું પડશે.

ABOUT THE AUTHOR

...view details