- વિજય રૂપાણીની દીકરીએ ભાવુક પોસ્ટ લખી
- પોસ્ટમાં લખી જાણી-અજાણી વાતો
- લોકો વચ્ચે અને લોકસેવા એ વિજય રૂપાણીનો મંત્ર
- જણાવ્યા તેમના ઘરના જરૂરી નિયમો
રાજકોટ: કાલે બહુ બધા રાજનીતિક વિશેષજ્ઞ લોકોએ વિજયભાઈના કામો અને એમના ભાજપના કાર્યકાળની ઝીણવટથી વાતો કરી. એમનો ખૂબ ખૂબ આભાર. એમના મતે પપ્પાનો કાર્યકાળ એક કાર્યકર્તાથી શરૂ થયો અને પછી ચેરમેન, મેયર, રાજ્યસભાના મેમ્બર, ટુરીઝમના ચેરમેન, ભાજપ અધ્યક્ષ, મુખ્યમંત્રી વગેરેથી સીમિત છે પણ મારી નજરે પપ્પાનો કાર્યકાળ 1979 મોરબી હોનારતથી ચાલું કરી અમરેલી અતિવૃષ્ટિ, કચ્છ ભૂકંપ, સ્વામીનારાયણ મંદિરનો આતંકવાદી હુમલો, ગોધરાકાંડ, બનાસકાંઠાની અતિવૃષ્ટિ, તાઉતે, કોરોનામાં પણ પપ્પા બધે ખડેપગે ઉભા રહ્યા છે. આજે પણ મને યાદ છે કે કચ્છના ભૂકંપ વખતે મારા ભાઇ ઋષભને સ્કુલના સભ્ય સાથે ઘરભેગો કરી એ પોતે રાજકોટમાં ભૂકંપની અસર અને મદદ કરવા નીકળી ગયા હતા. પોતાના ભત્રીજાના લગ્નને Second priority માનીને ભૂકંપના બીજા દિવસે ભચાઉના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સ્વીકારી હતી.
મને અને મારા ભાઇને એક એક દિવસ સાથે લઇ જઇ ભૂકંપની વાસ્તવિકતા સમજાવી હતી અને અમને રાહતફંડમાં લોકો સાથે બેસાડી જમાડ્યા હતા. નાનપણમાં અમે રવિવાર ક્યારેય રેષકોર્સની પાળીએ કે થીએટરમાં નહોતો માણ્યો. મમ્મી-પપ્પા અમને કોઇપણ 2 ભાજપના કાર્યકર્તાના ઘરે લઇ જતા. આ એમનો રીવાજ હતો. સ્વામીનારાયણ મંદિરના આતંકવાદી હુમલા વખતે My father was the first person to visit even before Modiji visited the premises. મને સાથે લઇ ગયા હતા કે અમે reality અને લોકસંવાદને અનુભવીએ. બહુ ઓછા લોકોને ખબર હશે કે તાઉતે અને કોરાના મહાસંકટ સમયે રાત્રે 2-30 વાગ્યા સુધી જાગીને સીએમ ડેસ્કબૉર્ડ અને કૉલથી પપ્પાએ બધી વ્યવસ્થા કરી હતી. લોકો વચ્ચે અને લોકસેવા એ જ એમનો મંત્ર છે. વર્ષો સુધી અમારા ઘરના સિમ્પલ પ્રોટોકોલ હતા.
1. કોઇનો પણ રાત્રે 3 વાગ્યે કોલ આવે તો નમ્રતાથી જ વાત કરવી. 2. ઘરે કોઇપણ વ્યક્તિ કોઇપણ ટાઇમે આવે પપ્પા હાજર હોય કે નહી પાણસ અને ચા-નાસ્તો કરાવવાનો જ. 3. હમેંશા સાદો પહેરવેશ અને સાદો સ્વભાવ રાખવો. 4. પહેલા ભણવાનું અને પછી મોજમજા. અમારા ભણતરમાં પણ મમ્મી-પપ્પાનો ખૂબ ફાળો રહ્યો. Professional or Master degree was a must in our household. અમે ભણી અને પગભર થઇએ પછી જ We were allowed to even think about other trivial things. આજે અમે બંને ભાઇ-બહેન અમારા ફિલ્ડમાં settled છીએ, અમે down to earth છીએ, all thanks to our parents. આજે પણ મને યાદ છે કે રાજકોટમાં રોડ પર પપ્પા સાથે સ્કૂટર પર જતા હોઇએ અને જો રોડ પર ક્યાંક કોઇ અકસ્માત કે ઝઘડો થયો હોય તો સ્કુટર ઉભુ રાખીને પપ્પા ભીડ વચ્ચે જશે જરૂરી સૂચના આપશે. Ambulance મંગાવશે. એમનો એ સ્વભાવ આજકાલનો નથી એ એમનો જન્મજાત સ્વભાવ છે. હંમેશા clear thinking અને લોકોને મદદ કરવાનો સ્વભાવ.