ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ: જામકંડોરણાના જશાપર ગામના વૃદ્ધ ખેડૂત દંપતિએ ઓર્ગેનિક પદ્ધતિથી સૂર્યમુખીનું કર્યુ વાવેતર - farming of sunflower in rajkot district

રાજકોટ જીલ્લાના જામકંડોરણામાં આવેલા જશાપર ગામના વૃદ્ધ ખેડૂત દંપતિએ જાત મહેનત કરી પોતાના 10 વિઘા ખેતરમાં સૂર્યમુખીનું વાવેતર કર્યુ છે. તે પણ ઝીરો બજેટમાં અને ઓર્ગેનિક પદ્ધતિથી. આ રીતે તેમણે સૌરાષ્ટ્રના ખેડૂતોને ખેતીમાં અવનવા પ્રયોગો કરવાની પ્રેરણા આપી છે.

જામકંડોરણાના જશાપર ગામના વૃદ્ધ દંપતિએ ઓર્ગેનિક પદ્ધતિથી સૂર્યમુખીનું કર્યુ વાવેતર
જામકંડોરણાના જશાપર ગામના વૃદ્ધ દંપતિએ ઓર્ગેનિક પદ્ધતિથી સૂર્યમુખીનું કર્યુ વાવેતર

By

Published : Dec 2, 2020, 2:00 PM IST

  • જામકંડોરણાના જશાપર ગામના વૃદ્ધ ખેડૂત દંપતિની નવી પહેલ
  • ઓર્ગેનિક પદ્ધતિથી 10 વિઘા જમીનમાંં સૂર્યમુખીનું વાવેતર કર્યુ
  • કમોસમી વરસાદ અને માવઠાને કારણે નથી થતું નુકસાન

રાજકોટ: જામકંડોરણાના જશાપર ગામના વૃદ્ધ ખેડૂત પરસોતમભાઈ દોંગા અને તેમના પત્નિએ પારંપરિક ખેતીથી અલગ કંઇક નવું કરવાનો પ્રયાસ કરતા પોતાની 10 વિઘા જમીનમાં સૂર્યમુખીનું વાવેતર કર્યું છે. આ પાકમાં એક વીઘે દસ મણ ઉતારો થાય છે. સૂર્યમુખીની ત્રણેય ઋતુઓ શિયાળો, ચોમાસું અને ઉનાળામાં વાવણી કરી શકાય છે. આ ઉપરાંત કમોસમી વરસાદ અને માવઠાને કારણે સૂર્યમુખીનાં વાવેતરમાં નુકસાન પણ થતું નથી. આ પ્રયોગ દ્વારા ખેડૂતોએ કંઇક અલગ કરવાની પહેલ કરી છે.

જામકંડોરણાના જશાપર ગામના વૃદ્ધ ખેડૂત દંપતિએ ઓર્ગેનિક પદ્ધતિથી સૂર્યમુખીનું કર્યુ વાવેતર
સૂર્યમુખીના પાકમાં જંતુનાશક દવાઓની પણ જરૂર પડતી નથી

જામકંડોરણાના જશાપર ગામના પરસોતમભાઈ દોંગાની જમીન ધોરાજી રોડ પર આવેલી છે. તેમણે 10 વીઘાની અંદર સૂર્યમુખીના ફૂલ વાવેલા છે. આ પાકમાં કોઈપણ જાતની મજૂરીની જરૂર પડતી નથી. ઉપરાંત જંતુનાશક દવાઓની પણ જરૂર પડતી નથી. આથી આને એક ઓર્ગેનિક તેમજ ઝીરો બજેટની ખેતી કહી શકાય.

બહાર પાક વહેચવા નહીં જાય પરંતુ પોતે જ સૂર્યમુખીનું તેલ બનાવશે

સૂર્યમુખીની ખેતી દરમિયાન મજૂરોની જરૂર પડતી નથી. શિયાળા તેમજ ચોમાસામાં પાણીની જરૂર પણ પાક માટે ઓછી પડે છે જો કે ઉનાળામાં પાક માટે પાણીની જરૂર પડે છે. પરંતુ ખેતીમાં પાક બગડવાની ફરિયાદ ઓછી આવે છે. આ ખેતી સૌરાષ્ટ્રમાં લગભગ કોઈ કરતું નથી. સૂર્યમુખીના પાકને બજારમાં વેચવા નથી જવાનું હોતું પરંતુ તેમાંથી તેલનું ઉત્પાદન કરવામાં આવે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ સૂર્યમુખીનું તેલ કોલેસ્ટ્રોલ વગરનું હોય છે. તેમજ રસોઇમાં અને અન્ય કાર્યોમાં પણ તેને ઉપયોગમાં લઇ શકાય છે.

ABOUT THE AUTHOR

...view details