ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીને પ્રધાન મંડળમાં સ્થાન મળતા પરિવારજનોમાં ખુશીનો માહોલ

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ આખરે આજે 16 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ યોજાઈ ગઈ. કુલ 24 સભ્યોને નવા પ્રધાનમંડળમાં સમાવવામાં આવ્યા છે. જેમાં રાજકોટ વિધાનસભા 68 અને પૂર્વ રાજકોટ બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય અરવિંદ રૈયાણીને રાજ્યના પ્રધાન મંડળમાં સ્થાન મળતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો છે.

ધારાસભ્ય અરવિંદ રૈયાણીને પ્રધાન મંડળમાં સ્થાન મળતા પરિવારજનોમાં ખુશીનો માહોલ
ધારાસભ્ય અરવિંદ રૈયાણીને પ્રધાન મંડળમાં સ્થાન મળતા પરિવારજનોમાં ખુશીનો માહોલ

By

Published : Sep 16, 2021, 7:45 PM IST

  • રૈયાણીના પરિવારજનો અને સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો
  • સમર્થકો અને પરિવારજનોએ એકબીજાનું મોં મીઠું કરાવ્યું
  • અરવિંદ રૈયાણીના વિસ્તારમાં દિવાળી જેવો માહોલ સર્જાયો

રાજકોટ: રાજકોટ વિધાનસભા 68 અને પૂર્વ રાજકોટ બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય અરવિંદ રૈયાણીને રાજ્યના પ્રધાન મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે તેઓએ આજે રાજયકક્ષાના પ્રધાન તરીકેના શપથ લીધા છે, ત્યારે રૈયાણીના પરિવારજનો અને સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો છે.

ધારાસભ્ય અરવિંદ રૈયાણીને પ્રધાન મંડળમાં સ્થાન

રૈયાણીના ઓફીસ અને ઘર ખાતે સમર્થકોના ટોળેટોળાં જોવા મળ્યા

આજે પ્રધાન મંડળમાં અરવિંદ રૈયાણીનું નામ જાહેર થતા જ તેમના સમર્થકો અને પરિવારજનોએ એકબીજાનું મોં મીઠું કરાવ્યું હતું અને ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. પ્રધાન મંડળમાં સ્થાન મળતા જ વિસ્તારમાં ઓન દિવાળી જેવો માહોલ સર્જાયો હતો તેમજ રૈયાણીના ઓફીસ અને ઘર ખાતે સમર્થકોના ટોળેટોળાં જોવા મળ્યા હતા.

ધારાસભ્ય અરવિંદ રૈયાણીને પ્રધાન મંડળમાં સ્થાન મળતા પરિવારજનોમાં ખુશીનો માહોલ

વિસ્તારમાં 108ની જેમ કરી કામગીરી

રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને પ્રથમ વખત જ ધારાસભ્યની ચૂંટણી લડેલા અરવિંદ રૈયાણીને આજે પ્રધાન મંડળમાં સમાવેશ થતા જ રાજકોટવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો. જ્યારે રૈયાણી તેમના વિસ્તારમાં 108ના નામથી ઓળખાય છે અને તેઓ હરહંમેશ વિસ્તારવાસીઓમાં કામ માટે કાર્યશીલ હોય છે. જ્યારે તેમના પરિવારના સભ્યો અને સમર્થકો સાથે ETV Bharat દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે રૈયાણીને પ્રધાન મંડળમાં સ્થાન મળ્યું એ અંગે ખુશી વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details