રાજકોટ:વર્ષ 2020ના ફેબ્રુઆરી મહિનામાં (Amba gets Italian parents) મહિકા અને ઠેબચડા ગામની વચ્ચે એક નવજાત તરછોડાયેલી દીકરી મળી આવી હતી. 108ની ટીમ જ્યારે ઘટનાસ્થળ પર પહોંચી હતી, ત્યારે તરછોડાયેલી દીકરી રક્તરંજિત હાલતમાં હતી. 108ની ટીમ દ્વારા પ્રથમ તો આ દીકરીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એ બાદ વધુ સારવાર અર્થે દીકરીને રૈયા ચોકડી સ્થિત અમૃતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
અંબાના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા હતા
અંબાના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા હતા અને લિવર સુધી ઘા પહોંચ્યા હોવાથી તેની હાલત ખૂબ જ ગંભીર હતી. ઠેબચડાની સીમમાંથી બાળકીને ઉઠાવીને જતા શ્વાનના મોઢામાંથી અંબાને છોડાવીને તેને કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીને માત્ર શ્વાનના દાંતની જ નહીં, પરંતુ તીક્ષ્ણ હથિયારના 20 ઘાની પણ ઇજા થઈ હતી.
લિવર સુધી તીક્ષ્ણ ઘા પહોંચ્યા હોવાથી ઇન્ટર્નલ ઓર્ગન ડેમેજ થયા
અંબા પર ઝનૂનથી ઘા ઝીંકવામાં આવ્યા હતા અને એને કારણે શરીરના ઊંડાણ સુધી તેની ઇજા પહોંચી હતી, લિવર સુધી તીક્ષ્ણ ઘા પહોંચ્યા હોવાથી લિવર સહિતના ઇન્ટર્નલ ઓર્ગન ડેમેજ થયા હતા. 3 મહિના સુધી સારવાર ચાલતા અંબા સ્વસ્થ બનતાં કાઠિયાવાડ બાલાશ્રમમાં મોકલવામાં આવી હતી, અહીં તેની સારી રીતે દેખરેખ રાખવામાં આવી રહી છે.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અંબાની મુલાકાત લીધી